દારુ અને બાઇક કબ્જે : એકની સંડોવણી : વરુડી પાટીયા પાસે આથા સાથે એક ઝબ્બે
જામનગરના પવનચકકી સર્કલ, વામ્બે આવાસ રોડ, માવાપર અને વરુડી પાટીયા પાસે પોલીસે દારુ અંગે દરોડા પાડયા હતા કુલ ચાર શખ્સોને વિદેશી દારુની બોટલ અને આથા સાથે પકડી લેવાયા છે એક શખ્સની સંડોવણી ખુલી છે.
જામનગર નજીક દોઢીયા ગામમાં રહેતા સાગર વશરામ પિંગળ (ઉ.વ.૨૨) નામના શખ્સને ઇંગ્લીશ દારુની ૬ બોટલ તથા એક મોબાઇલ મળી કુલ ૪ હજારના મુદામાલ સાથે જામનગરના પવનચકી સર્કલ રોડ પરથી પોલીસે પકડી લીધો હતો.
જયારે જામનગરના એરફોર્સ-૧ બાલાજી સોસાયટી-૩ રેલ્વે કોલોની ખાતે રહેતા પ્રકાશ કાંતી અઘેરા (ઉ.વ.૩૨)ને વિદેશી દારુની હેરાફેરી કરતા વામ્બે આવાસ રોડ પરથી દારુની એક બોટલ લઇને નીકળતા દબોચી લીધો હતો જેમાં દારુ સપ્લાય કરનાર જામનગરના મયુર ભાટીયાનું નામ ખુલ્યુ હતું.
આ ઉપરાંત ધ્રોલના માવાપર ગામમાં રહેતા સિંધા વિરમ વરુ (ઉ.વ.૨૧)ને ગામના સ્મસાન નજીકથી મોટરસાયકલમાં વિદેશી દારુની એક બોટલ લઇને નીકળતા પકડી લીધો હતો. જયારે કાલાવડના ખંઢેરા ગામથી આગળ વરુડી પાટીયા પાસે રહેતા પિન્ટુ મુકેશ પરમાર નામના શખ્સના ઝુપડા પાસે પોલીસે તપાસ કરીને દેશી દારુ બનાવવાના ૧૪ લીટર આથા સાથે દબોચી લીધો હતો.
***
ખંભાળિયામાં પીધેલો કારચાલક ઝડપાયો
ખંભાળિયા - દ્વારકા હાઈવે પર અત્રેથી આશરે ૨૭ કિલોમીટર દૂર દાત્રાણા ગામના પાટીયા પાસેથી પોલીસે મોડી રાત્રીના સમયે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા બે લાખની કિંમતની વેન્યુ મોટરકાર નંબર જી.જે. ૩૬ એ.સી. ૦૭૩૯ લઈને નીકળેલા જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા જય ઉપેન્દ્રભાઈ ત્રિવેદી નામના ૨૧ વર્ષના શખ્સને ઝડપી લઇ, વિવિધ કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech