આજે તાવનાં ૮૧ કેસ નોંધાયા: ૨૫૫૦ કિલો જંતુનાશક દવાનાં પાઉડરનો છંટકાવ: ૨૦૩૦ ક્લોરીન ટેબલેટનુ વિતરણ
જામનગર મા કોલેરા સહિત નાં રોગચાળા નાં કારણે બીમારી નું પ્રમાણ વધ્યું છે. આથી મહાનગર પાલિકા દ્વારા સતત આરોગ્ય વિષયક કામગીરી કરવામાં આવી રહી છે.ઘરે ઘરે થતા સર્વેક્ષણમા આજે તાવ નાં ૮૧ કેસ મળ્યા હતા.
આરોગ્ય કેન્દ્ર મેડીકલ ટીમ દ્વારા વિસ્તારોમાં સઘન સર્વેલન્સ કરવામાં આવેલ છે તેમાં પાંચ મેડીકલ ટીમ દ્વારા આજે ૩૪૭ ઘરો મા ૧૫૬૩ ની વસ્તી ની મુલાકાત કરવામાં આવી હતી.આને ૩૮ ઓ.આર.એસ. પેકેટનું વિતરણ , ૨૦૩૦ ક્લોરીન ટેબલેટ વિતરણ કરવામાં આવ્યું હતું. આજે ઝાડાનાં ૩ કેસ નોંધાયા હતા.
આજરોજ કુલ ૨૩ લાઈન લીકેજની મરામત કરવામાં આવી હતી. સોલીડ વેસ્ટ શાખા દ્વારા ૨૫૫૦ કિલો જંતુનાશક દવાનાં પાઉડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
શહેરમાં મચ્છરજન્યરોગો જેવા કે, મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકુનગુનિયાનાં કેસોને નિયંત્રણમાં રાખી શકાય તથા મચ્છરની ઉત્પતિની નિયંત્રિત કરી શકાય.તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.તેમાં આજે આરોગ્ય કેન્દ્ર ની ૪૮ સુપરવાયઝર , ૨૧૨ સર્વેલન્સ ટીમ , દ્વારા ૫૯,૯૫૪ ની વસ્તી , અને ૧૩૮૬૦ ઘર તથા ૭૫,૭૮૬ પાણીનાં પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમ્યાન ઉપરોક્ત ઘરોમાંથી સામન્ય તાવ-૮૧ કેસ મળ્યા હતા. જેમને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી, ઉપરોક્ત ઘરોમાંથી ૨૯૮ ઘરોમાં ૩૩૪ પાણીનાં પાત્રોમાં મચ્છરનાં પોરા જોવા મળયા હતા.
પાણીના પાત્રોમાંથી મચ્છરની ઉત્પતિ અટકાવી શકાય તે માટે ૮૬૮૫ પાત્રોમાં એબેટ નામની દવા નાખવામાં આવી હતી. તથા ૩૧૯ પાત્રોમાંથી પાણી ખાલી કરાવાયું હતું. શહેરમાં જોવા મળેલ પાણી ભરાયેલ ૨૬ જેટલા સ્થળોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
ફૂડ શાખા દ્વારા પાણીપુરી ની ૬ લારીઓ બંધ કરાવી હતી.અને ૧૦૫ લીટર પાણીપુરીનાં પાણીનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે નાશ કરેલ ૮ કિલો પાણીપૂરી નાં નો માવા નો બે કિલો ચટણી નો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત પાંચ હોટલ રેસ્ટોરન્ટ મા તપાસ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech