જામનગરમાં નાગર ચકલા વિસ્તારમાં બે માળના એક ખંઢેર મકાનમાં કૂતરું ફસાયું

  • August 12, 2023 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેસ્ક્યુ કરવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવાઇ: કૂતરાને બહાર કાઢી લેવા માટે તેની સાર સંભાળ રાખતી યુવતીની પણ મદદ લેવાઇ

જામનગરમાં નાગરચકલા વિસ્તારમાં બે માળના એક મકાનમાં કૂતરું ફસાયું હતું, તે અંગેની જાણકારી ફાયર બ્રિગેડ ને મળતાં ફાયર શાખાની ટુકડીએ સીડી ગોઠવીને બીજા માળેથી કૂતરાને રેસક્યુ કરીને બહાર કાઢી લીધું હતું. કૂતરું નજીક આવતું ન હોવાથી તેની સાર સંભાળ રાખી રહેલી એક યુવતીની મદદ લઈને કુતરા ને બહાર કઢાવ્યું હતું. જામનગરના નાગર ચકલા વિસ્તારમાં બે માળનું એક ખંઢેર મકાન આવેલું છે, જેમાં એક કુતરુ બીજા માળે ચડી ગયું હતું અને અંદર ફસાયું હોવાથી બુમો પાડી રહ્યું હતું.
કૂતરાની ચીસ સાંભળીને આસપાસના વિસ્તારના નાગરિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જેથી ફાયરની ટુકડી કુતરાને બહાર કાઢવા માટે ઘટના સ્થળે પહોંચી હતી અને બીજા માળે સીડી ગોઠવીને કૂતરાને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી.
જે કૂતરું ફાયરની ટીમથી નજીક આવતું ન હોવાથી તે જ વિસ્તારમાં રહેતી અને કૂતરાની સાર સંભાળ રાખતી એક યુવતી, કે જેની મદદ લેવામાં આવી હતી, અને તેણીએ સીડી વાટે ખંઢેર મકાનમાં કૂતરાને નજીક બોલાવતાં ફાયર બ્રિગેડની ટીમે કુતરાને પકડી સલામત રીતે નીચે ઉતારી લીધું હતું અને કૂતરું ફરીથી શેરી ગલીમાં દોડતું થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application