ભાવનગર એસઓજી એ જિલ્લાના ભૂતિયા અને મોટી રાજસ્થળી ગામેથી કોઈપણ જાતની લાયકાત વગર દવાખાનું ખોલી લોકોના આરોગ્ય સાથે છેડા કરતા બે નકલી તબીબ ઝડપી લઈ બન્ને સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ.સુનેસરાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસે ૨ જેટલી ટીમો બનાવી જિલ્લામાં નકલી તબીબો સામે કાર્યવાહી કરવા આપેલી સુચનાના પગલે શિહોર તાલુકાના ભુતીયા ગામમાં મેહુલ કરશનભાઇ યાદવ (ઉ.વ.૨૭ રહે. ભુડરખા તા.પાલીતાણા જિ.ભાવનગર) ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરેલ તેમજ તબીબ ન હોવા છતા તબીબ તરીકે દવાખાનુ ખોલી, વગર ડીગ્રીએ મેડીકલ પ્રેકટીસ કરી જુદી-જુદી એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો સહિત કિ.રૂા.૫,૦૯૬ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેની સામે મેડીકલ પ્રેકટીશનર એકટ મુજબની કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ.મહિપાલસિંહ ગોહિલએ સોનગઢ પોલીસ મથકમાં ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
જયારે પાલીતાણા તાલુકાના મોટી રાજસ્થળી ગામમાં જેન્તી પાલજીભાઇ રાઠોડ (ઉ.વ.૪૪ રહે.જામવાળી તા.પાલીતાણા જિ.ભાવનગર)ને ધોરણ ૮ સુધી અભ્યાસ કરેલ અને તબીબ ન હોવા છતા તબીબ તરીકે પોતાના રહેણાંકી વાળા મકાનમાં દવાખાનુ ખોલી, વગર ડીગ્રીએ મેડીકલ પ્રેકટીસ કરી જુદી-જુદી એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો સહિત કિ.રૂા.૨,૩૧૧ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેની સામે પણ મેડીકલ પ્રેકટીશનર એકટ મુજબની કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ. મિનાજભાઇ ગોરીએ પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવવા તજવીજ હાથ ધરી હતી.
આ કામગીરીમાં પોલીસ સ્ટાફ- એસ.ઓ.જી.ના ઈં/ઈ પોલીસ ઇન્સપેકટર ડી.યુ.સુનેસરા અને ટીમના એ.એસ.આઇ, મહાવીરસિંહ ગોહિલ, મિતેષભાઇ જોષી તથા હેડ કોન્સ. રાધવેન્દ્રસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. મહિપાલસિંહ ગોહિલ,તેમજ ટીમ રના એ.એસ.આઇ વિઠ્ઠલભાઇ ચૌહાણ તથા પો.કોન્સ. મિનાઝભાઇ ગોરી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરપાલસિંહ ગોહિલ, પાર્થભાઈ ધોળકીયા અને ડ્રા. પો.કોન્સ. પ્રતાપસિંહ પરમાર સહિતના જોડાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech