સર્વેશ્વર ચોક નજીક આવેલા ડી-9 સ્પાના ટેબલ પર રાખવામાં આવેલા બે મોબાઈલની ઉઠાંતરી કરનાર કોઠારીયા રોડ પર રહેતા શખસને બી ડિવિઝન પોલીસે ટેક્નિકલ સોર્સની મદદથી હોસ્પિટલ ચોક પાસેથી પકડી લઇ ચોરીના બે મોબાઈલ કબ્જે કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ સાધુવાસવાણી રોડ પર ગોપાલ ચોક નજીક પાવન એપાર્ટમેન્ટમાં રહેતા અને સર્વેશ્વર ચોકમાં ડી-9 સ્પામાં મેનેજર તરીકે નોકરી કરતા સિધ્ધાર્થભાઈ રવજીભાઈ પારિયા તા.17ના સ્પામાં નોકરીએ હતા ત્યારે ટેબલ પર બે મોબાઈલ ફોન રાખી નીચે ચા પીવા માટે ગયા હતા પરત આવતા ટેબલ પર રાખવામાં આવેલા મોબાઈલ ફોન જોવા ન મળતા કોઈ અજાણ્યાઓ શખ્સ ચોરી કરી ગયાનું જણાતા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટની સૂચનાથી પીએસઆઈ કે.એમ.વડનગરા સહિતની ટીમે ચોરીનો ગુનો ડિટેકટ કરવા હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સોર્સથી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પો.હેડ.કોન્સ.કલ્પેશભાઈ બોરીચા અને સાગરભાઈ માવદીયાએ સંયુક્ત હકીકત મળી હતી કે, હોસ્પિટલ ચોક ઓવરબ્રીજ પાસે શોચાલય પાસે ઉભેલો શખસ મોબાઈલ ચોરીમાં સંડોવાયેલો છે. આથી ટેક્નિકલ માધ્યમથી શખ્સને રોકી પુછપરછ કરતા પોતાનું નામ તેજસ અમિતભાઇ પટેલ (રહે-ન્યુ.સાગર સોસાયટી, શેરી નં-1, કોઠારીયા રોડ) હોવાનું જણાવતા તેની ઝડતી દરમિયાન રિયલમી અને પ્રો મેક્સ કંપનીના મોબાઈલ મળી આવતા શખ્સની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરાતા પોતે બંને ફોન સ્પાના ટેબલ પરથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. શખ્સની અટકાયત કરી પોલીસે મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલી આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAFG vs ENG: અફઘાનિસ્તાને મોટો અપસેટ સર્જ્યો, અફઘાનિસ્તાને રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડને હરાવ્યું
February 26, 2025 11:16 PMદુબઈમાં રમવાને કારણે જીતી રહી છે ભારતીય ટીમ? હાર બાદ પાકિસ્તાનના કોચે આપ્યું ચોંકાવનારું નિવેદન
February 26, 2025 08:09 PMIsrael-Hamas War: ચાર મૃતદેહોના બદલામાં ઇઝરાયલ સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને કર્યા મુક્ત
February 26, 2025 08:06 PMમહારાષ્ટ્રથી કારમાં ગુજરાત આવીને ચોરી કરતા એક જ પરિવારના પાંચ ઝડપાયા
February 26, 2025 08:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech