જામનગરમાં જીલ્લા કક્ષાની શારીરિક ક્ષતિગ્રસ્ત કેટેગરીની એથલેટીક્સ સ્પર્ધા યોજાઈ

  • January 29, 2025 12:05 PM 

સત્યસાઈ સ્કુલ ખાતે યોજાયેલ સ્પર્ધામાં કુલ ૧૮૧ ખેલાડીઓએ ભાગ લીધો

ગુજરાત રાજ્ય સરકારનાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર ગ્રામ્ય દ્વારા સંચાલીત દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ અંતર્ગત જિલ્લાકક્ષાની OH(શારિરીક ક્ષત્તિગ્રસ્ત) કેટેગરીની એથ્લેટીક્સ તમામ વયજૂથ ભાઇઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન તા.૨૭ જાન્યુઆરીના રોજ શ્રી સત્યસાઇ વિદ્યાલય જામનગર ખાતે જિલ્લા રમત ગમત અધિકારી - જામનગર ગ્રામ્ય દ્વારા કરવામાં આવ્યુ હતુ.


ભાઇઓ અને બહેનોની આ સ્પર્ધામાં કુલ ૧૮૧ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં દરેક વયજૂથ અને કેટેગરીમાં વિજેતા થયેલાં દિવ્યાંગ ખેલાડીઓ સ્પે. ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ ની રાજ્યકક્ષાએ OH(શારિરીક ક્ષત્તીગ્રસ્ત) કેટેગરીની સ્પર્ધામાં ભાગ લેશે અને પ્રથમ ત્રણ વિજેતા ટીમોને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી અને જિલ્લા રમત વિકાસ અધિકારી જામનગર ગ્રામ્યની યાદીમાં જણાવવામાં આવ્યુ છે. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application