સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

  • December 18, 2023 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજે જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સક્રિયતા દાખવવા અને કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચનો કર્યા

જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કાલાવડના ધારાસભ્ય  અને જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વીજળી, વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે બસ સુવિધામાં વધારો કે નવા રુટ ફાળવવા અને સમયમાં ફેરફાર કરી આપવા, દબાણો દૂર કરવા, જમીન માપણી અંગેની કામગીરી, ખેતીવાડી વિભાગના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો, જેટકોની કામગીરી, ભૂગર્ભ ગટરના પ્રશ્નો, પંચાયત અને સિંચાઈ વિભાગના પ્રશ્નો સહિતના મુદ્દાઓ બાબતે રજૂઆત કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજે જામનગરના વિકાસને ધ્યાને રાખીને કામગીરી વધુ સારી રીતે થઇ શકે તે માટે વિવિધ કચેરીઓના અધિકારીઓ-કર્મચારીઓને સક્રિયતા દાખવવા અને કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે આયોજન કરી તેનો અમલ કરવા સૂચના આપી હતી. આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચૌધરી, સંલગ્ન કાર્યપાલક ઇજનેરઓ, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ તથા વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application