દિવ્યાંગ દંપતીએ ઉત્સાહભેર કર્યું મતદાન

  • May 07, 2024 10:17 AM 

ઘરેથી મતદાન મથક સુધી લાવવા - લઇ જવાની તંત્રની સુંદર વ્યવસ્થાના કારણે મતદાન શક્ય બન્યું - જશુબેન અશવાર


લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ અંતર્ગત આજરોજ મતદાન થઈ રહ્યું છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એકપણ મતદાતા મતદાનથી વંચિત ન રહી જાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારોની માંગણી પ્રમાણે તેઓને મતદાનબુથથી પીક ડ્રોપ તથા વ્હીલચેરની સુવિધા આપવામાં આવી રહી છે. 


જિલ્લા ચૂંટણી તંત્રની આ સુવિધાને દિવ્યાંગ દંપતી નથુભાઈ અશવાર અને જશુબેન અશવાર દ્વારા સરાહના કરવામાં આવી છે. જી.વી.જે. શાળા ખાતે મતદાન કરવા આવેલા જશુબેન અશવારે જણાવ્યું હતું કે, આજરોજ અમે અહીં મતદાન કરવાં આવ્યા છીએ. સમાજ સુરક્ષા કચેરી દ્વારા અમને ઘરેથી અહી મતદાન મથક સુધી લાવવા લઈ જવાની સુંદર વ્યવસ્થા કરવામાં. આવી છે. અને આ સુંદર વ્યવસ્થાના કારણે અમે શાંતિથી મતદાન કરી શક્યા છીએ. વધુમાં જણાવ્યું કે, તમામ મતદાતાઓએ મતદાનનો ઉપયોગ કરી લોકશાહીનો અવસર ઉજવવો જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News