ભાવનગર શહેરના ચિત્રા ખાતે રહેતા હીરાના વેપારી સાથે છેતરપિંડી કરી ચાર શખ્સો ઉઠમણું કરી નાસી છૂટ્યા હતા. બોરતળાવ કુમુદવાડી ખાતે હીરાની ઓફિસ ધરાવતા વેપારી સાથે આરોપીઓ મિત્રો હોય અને હિરાના ધંધા સાથે સંકળાયેલા હોય જેથી ફરીયાદી તથા તેઓના મિત્રોએ આરોપીઓ સાથે અલગ અલગ તારીખ અને સમયે હીરાની લેતી દેતી કરેલ હોય જેમા ફરીયાદી તથા અન્યના કુલ હીરાના કેરેટ ૭૮૪.૪૧ જેની કિ.રૂપિયા ૭૬૦૯૨૧૩ નો વેપાર કરી માલ લઈ જઈ તમામ ઇસમોએ એક સંપ કરી ગુનો કરવામાં એકબીજાની મદદગારીથી ફરીયાદી તથા અન્ય સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી હોવાની નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર નીલમબાગ પોલીસ મથક ખાતે કુમુદવાડી વિસ્તારમાં હીરાની ઓફિસ ધરાવતા હીરાના વેપારી બળદેવભાઈ હિંમતભાઈ સોલંકી (ઉ.વ.૩૮, રહે.પ્લોટ નં.૫૯, ગૌતમેશ્વર નગર, ચીત્રા,બેન્ક કોલોની)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી ભાવનગર શહેરના કુમુદવાડી ખાતે હિરાની ઓફીસ ધરાવી વેપાર ધંધો કરે છે. અને તેના મિત્ર રણજીતભાઇ વનરાજભાઈ ચાવડા (રહે.ભાવનગર) તથા દિલીપભાઈ સવજીભાઈ સાકરીયા (રહે. સુરત) સહીત તમામ સાથે મળીને હિરાનો વેપા૨ કરતા હતા. તેઓ બધા મિત્રો હિરાનો વેપાર હિરાના અલગ અલગ દલાલ મારફતે ભાવનગર ખાતે આવેલ વિજ યરાજનગર દિપ દર્શન કોમ્પ્લેક્ષ મા હિરાની સંયુકત ઓફીસ ધરાવતા હિરાના વેપારીઓ હસમુખભાઈ તળશીભાઈ ગાબાણી તથા કાંતીભાઈ તળશીભાઈ ગાબાણી તથા નરેશભાઈ હરજીભાઈ ગાબાણી તથા વિજયભાઈ હરજીભાઈ ગાબાણી (રહે.તમામ સુરત) તેઓ સુરતમાં દિપ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે આવેલ ઓફીસમા હિરાનો વેપાર કરતા હતા. ગત તા.૨૩/૦૧/૨૦૨૦ ના રોજ ફરિયાદી તથા તેના મિત્ર રણજીતભાઈ વનરાજભાઈ ચાવડા સાથે હિરાનો વેપાર કરતા હોઈ વિજયરાજનગર ખાતે આવેલ દિપ દર્શનમાં આવેલ ઓફીસે બોલાવતા ત્યાં ગયેલ હતા. અને કુલ હિરાના કેરેટ ૧૩૬.૭૬ જેની કિ.રૂ.૧૬,૮૭,૭૦૫ થાય જેમા જમા રૂ.૫,૫૦,૦૦૦ રોકડમા આપેલ હતા. અને બાકી લેવાના રૂ.૧૧.૩૭,૭૦૫ છે. તથા રણજીતભાઈ વનરાજભાઈ ચાવડાના કુલ હિરાના કેરેટ ૬૨.૨૪ જેની કિ.રૂ. ૭,૮૧,૬૦૯ જેમા જમા રૂ.૪,૫૦,૦૦૦ તેઓને રોકડમા આપેલ હતા. અને બાકી લેવાના રૂ.૩,૩૧,૬૦૯ છે. બાદ ગઇ તા.૦૧/૦૩/૨૦૨૦૩ ના રોજ બીજી વાર અમોને હિરાનો વેપાર કરવા સારૂ બોલાવતા ફરિયાદી તથા રણજીતભાઈ વન રાજભાઈ ચાવડા તથા દિલીપભાઈ સવજીભાઈ સાકરીયાએ તમામની ઓફીસે બોલાવા ગયેલ હતા. જેમા ફરિયાદીના કુલ હિરાના કેરેટ ૧૯૧.૮૩ જેની કિ.રૂ. ૨૦,૦૭,૦૨૦ તથા રણજીતભાઇ વનરાજભાઈ ચાવડાના કુલ હિરાના કેરેટ ૨૧૦,૨૧ જેની કિ.રૂ.૨૨, ૧૮,૪૪૪ તથા દિલીપભાઈ સવજીભાઈ સાકરીયા કુલ હિાના કે રેટ ૧૪૧.૪૭ જેની કિ.રૂ. ૧૪,૭૪,૦૪૬ જેનો તમામએ વેપાર કરેલ હતો. બાદ ગઈ તા.૦૨/૦૭/૨૦૨૦૩૦ ના રોજ ફરિયાદીને હિરાનો વેપાર કરવા બોલાવતા આ તમામ સાથે કુલ હિરાના કેરેટ ૪૧.૯૦ જેની કિ.રૂ.૪,૪૦,૩૮૯ રૂપીયાનો વેપાર કરેલ છે. જેમા હસમુખભાઈ ચિઠ્ઠીમા સહિ કરતા હતા અને કાંતીભાઈ ખરીદી કરતા હતા. હિરાના માલનો વેપા૨ કરતા હતા અને નરેશભાઈ તથા હસમુખભાઈ ખરીદેલ હિરાના ભાવતાલ નક્કી કરતા હતા. અને વિજયભાઈ ખરીદેલ હિરાની ચીઠ્ઠી બનાવી રૂપીયાનું વિતરણ કરતા હતા. તમામ વેપારમા બાકીના રૂપીયા એકવીસ દિવસમા આપી દેવાની મુદત હોય છે. જેમા મારા કુલ હિરાના કેરેટ ૩૭૦.૪૯ જેની કુલ કિ.રૂ.૩૫,૮૫,૧૧૪ છે. તથા રણજીતભાઈ વનરાજભાઇ ચાવડાના કુલ હિરાના કેરેટ ૨૭૨.૪૫ જેની કુલ કિ.રૂ. ૨૫,૫૦,૦૫૩ છે. તથા દિલીપભાઈ સવજીભાઇ સાકરીયાનાઓના કુલ હિરાના કેરેટ ૧૪૧.૪૭ જેની કુલ કિ.રૂ. ૧૪, ૭૪,૦૪૬ છે. અને ત્રણેય લોકોએ ઉક્ત નામોવાળાઓ સાથે તેમની ઓફીસે હિરાનો વેપાર કરેલ જેના બાકી રૂપીયા લેવા માટે જતા તેઓ તમામના ફોન બંધ આવેલ અને તેઓની ઓફીસ તથા ઘરના સરનામે તેઓ આજદીન સુધી હાજર મળેલ નથી. અને આજદીન સુધી આ લોકોએ ફરિયાદીના રૂપીયા પરત કરવાનો ભરોસો આપતા અમોએ કોઇ પોલીસ ફરીયાદ કરેલ નથી. પરંતુ અમોને આજદીન સુઘી રૂપીયા પરત આપેલ ન હોય અને તેઓ સાથે છેતરપીંડી થયાનું અમોને માલુમ પડતા બળદેવભાઈ તથા રણજીતભાઈ સહિતના ત્રણેય મિત્રના મળી કુલ હિરાના કેરેટ ૭૮૪,૪૧ જેની કિ.રૂ.૭૬,૦૯,૨૧૩ વેપાર કરી માલ લઇ જઇ હસમુખભાઈ તળશીભાઈ ગાબાણી તથા કાંતીભાઈ તળશીભાઈ ગાબાણી તથા નરેશભાઈ હરજીભાઈ ગાબાણી તથા વિજયભાઈ હરજીભાઈ ગાબાણીએ એકસંપ કરી વેપારીઓ સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી તેઓના હિરા તથા રૂપીયા ઓળવી જઈ ઉઠામણું કરી નાસી ગયેલા હોય જે અંગે નીલમબાગ પોલીસમાં ઈ.પી.કો કલમ-૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ નો ગુનો નોંધાવતા પોલીસે તમામ શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુરમાં કચરો સળગાવતી વેળાએ દાઝી જતા મહિલાનું મોત
November 14, 2024 10:28 AMકાલાવડમાં લગ્નની લાલચ આપી તરૂણીનું અપહરણ
November 14, 2024 10:27 AMયાત્રાધામ દ્વારકામાં 12.03 કરોડના વિકાસ કામોનું ખાતમૂહુર્ત
November 14, 2024 10:24 AMચોપાટી પર સફાઈ અભિયાનનું નાટક કરતા નેતાઓ અસ્માવતિઘાટે મહા સફાઈ અભિયાન યોજે
November 14, 2024 10:22 AMગિરનારની પરિક્રમા અંતિમ ચરણમાં, ભાવિકોની સંખ્યામાં અર્ધેાઅર્ધ ઘટાડો
November 14, 2024 10:22 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech