ભાવનગરના હીરા દલાલની હત્યા કરી નાંખવાના બનાવમાં સંડોવાયેલા ત્રણે આરોપીને પોલીસે ઝપડી પાડયા બાદ ત્રણે શખ્સની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવતા તેમણે જણાવ્યું હતુંકે, આરોપી રાહુલને મૃતક ધીરૂભાઈ પાસેથી રૂા.૧૧ લાખ લેવાના નિકળતા હતા. આ બાબતે મૃતક અને આરોપીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ત્રણે શખ્સે તેની હત્યા કરી નાંખી હતી અને ત્યાર બાદ ત્રણે આરોપીએ પુરાવાનો નાશ કરવાના ઇરાદે પહેલા ચાવંડ પાસે લાશ પર ડિઝલ છાંટી સળગાવી હતી. જો કે, ત્યાં રોડ પર ટ્રાફિક વધુ હોય અર્ધબળેલી લાશ ત્રણે શખ્સે કારની ડેકીમાં નાંખી હતી અને ત્યાર બાદ બાબરા પાસે આવેલા ધારાઇ ગામની સીમમાં લાશને ફરી એકવાર સળગાવી હતી. જો કે, આ સમયે જ પોલીસે આવી ચડતા મધરાતે ત્રણે આરોપી ઝડપાઇ ગયા હતા.
હાદાનગર વિસ્તારમાં રહેતા હીરાના દલાલ ધીરૂભાઈ કારમાં બેસી કિશન ઉર્ફે કાનો ઘનશ્યામભાઈ ચૂડાસમા, મનહર કિશોરભાઈ ખસીયા અને રાહુલ રમેશભાઈ પરમાર સાથે તળાજા હીરા વેંચવા માટે રવાના થયા હતા. આરોપી રાહુલને ધીરૂભાઈ પાસેથી છેલ્લા દોઢ વર્ષથી હીરાના રૂા. ૧૧ લાખ લેવાના હોવાથી તેમણે ધીરૂભાઇ પાસે નાણાંની ઉઘરાણી કરી હતી. તળાજામાં હીરાનું વેંચાણ ન થતાં અને રૂપિયા ન મળતાં રાહુલ અને ધીરૂભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આમ સમયે રાહુલ કાર ચલાવતો હતો અને આરોપી કિશન અને રાહુલ કારની પાછલની સીટમાં બેઠા હોય તેમણે ધીરૂભાઈને રૂમાલ જેવા કપડાથી ગળેટૂંપો આપતાં ધીરુભાઇનું મોત થયું હતું. ધીરૂભાઇનું મોત થયું હોવાની જાણ થતાં જ ત્રણે આરોપીઓ ગભરાયા હતા અને તેઓ લાશનો નિકાલ કરવા માટે ગોપનાથથી કારમાં રવાના થયા હતા. તેમણે સોનગઢપાસેના એક પેટ્રોલ પંપ પરથી કેરબામાં દસ લીટર ડિઝલ લીધું હતું. ત્યાર બાદ ચાવંડ પાસે એક નિર્જન જગ્યાએ તેમણે લાશને બાળવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, લાશ પર ડિઝલ નાંખવાના કારણે ભડકો થતો હોય અને નજીકમાં રોડ હોવાના કારણે લોકોને જાણ થઇ જશે તેમ જણાવતા તેમણે અર્ધબળેલી લાશ ફરી કારની ડીકીમાં નાંખી હતી અને ત્યાર બાદ બાબરા પાસેના ખેતરમાં ફરી લાશને સળગાવાનો પ્રયાસ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાની પાયલોટ ભારતીય કસ્ટડીમાં, પહેલી તસવીર સામે આવી
May 09, 2025 12:54 AMભારતીય નૌકાદળે કરાચી બંદરનો નાશ કર્યો, 1971 પછી પાકિસ્તાન પર પહેલો દરિયાઈ હુમલો
May 09, 2025 12:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech