લઘુ-કુટીર ઉદ્યોગના પડતર પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા માંગણી

  • May 01, 2024 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લઘુ-કુટીર ઉદ્યોગ એસો.ના પ્રમુખ દ્વારા ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર પાઠવી કરાતી રજૂઆત


જામનગર લઘુ-કુટીર ઉદ્યોગના પડતર પ્રશ્ર્નોના નિરાકરણ લાવવા લઘુ કુટીર ઉદ્યોગના એસોસીએશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબીનેટમંત્રી અને સાંસદ સહિતનાઓને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.


આ વિસ્તૃત પત્રમાં જણાવાયું છે કે, સને 2014 સુધી આપ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યાં સુધી ઉદ્યોગકારોને તેમજ વેપારીઓને પ્રોત્સાહન મળતું હતું અને ગુજરાત ઉદ્યોગિક વિકાસ નિગમ જી.આઈ.ડી.સી. ના પ્રશ્નો આપના હસ્તે સાનુકુળ પ્રશ્નોના નિરાકરણ 2011 માં લાવ્યા હતા, જે જામનગર શંકર ટેકરી ઉદ્યોગ - 1 ના 1970 થી એટલે કે 2024 આજ 54-વર્ષ થયા છે તેમાં જી.આઈ.ડી.સી. દ્વારા સને 2011-12 માં એલોટમેન્ટ અમુક લોકોને કરી આપવામાં આવેલ પરંતુ જી.આઈ.ડી.સી. ની પોલીસી મુજબ જીવિત હોય તેઓને કીર ઉદ્યોગ પ્લોટ શેડ આપતા હતા અને આપે છે પરંતુ મૃત્યુ પામેલા અરજદારોને પ્લોટ-શેડ આપતા ન હતા પરંતુ તેમાં ભષ્ટાચાર કરીને ઘણા લોકોને મૃત્યુ પામેલા ઉદ્યોગકારોને પણ પ્લોટ શેડ આપેલ હોય તેવી જાણ એસોસિએશનને થતા તેની રજૂઆત કરી હતી.


આ તકે જી.આઈ.ડી.સી.એ એવો નિર્ણય લીધો કે જીવિત લોકો કે મૃત્યુ પામેલા અરજદારો તેમજ તમામ લોકો ને પણ પ્લોટ શેડ આપવામાં આવશે અને તેની વારસાઈ લઇ અને પ્લોટ નું વિતરણ કરવામાં આવશે તેવી ખાતરી ભરોસો અને વિશ્વાસ આપેલો તેમ છતાં આજ સુધી આશરે 40 અરજદાર તેમજ ઉદ્યોગકારો પ્લોટ થી વંચિત છે અને તે લોકો ના પત્નીઓ વિધવા હોય તેમજ અભણ હોય દલિત અને ગરીબ હોય તેઓને પ્લોટનું વિતરણ કરવામાં આવે તો પોતે પોતાની રોજી રોટી કમાઈ શકે તેમજ અન્ય કામદારોને રોજી રોટી આપી શકે અને ન્યાય આપવા આપને વિનંતી કરવામાં આવી છે.


ઉદ્યોગકારો પાસે હાલમાં જમીન ન હોય અને જે જમીન છે તેના ભાવ ખુબજ આશ્માને હોય જેના ભાવ આશરે ચોરસ મીટરના ા. 50,000/- માર્કેટ વેલ્યુવેસન હોય અને જી.આઈ.ડી.સી.નો ભાવ એક ચોરસ મીટરના ા. 5500/- ભાવ હોય તો તેના ઉપરથી આપ અંદાજ અને ગણિત કાઢી શકશો અને જાણી શકશો અને આમાં મોટા ભષ્ટાચારના કારણે જામનગરના ઉદ્યોગકાર ડીલક્સ ઓટો ઉદ્યોગ વાળાને એક લાખ ફૂટ ઉપર જમીન આપવા જી.આઈ.ડી.સી. ના અધિકારીઓ તેમજ અન્ય રાજકારણીઓ તેમજ વહીવટ કરતા વચ્ચે સમજુતી થયેલ છે તેઓને એક લાખ ફૂટ જમીન આપવા કારસો ઘડાયેલો છે અને ટુક સમયમાં તેઓને જમીન એનકેન પ્રકારે જમીન ફાળવી દેવામાં આવશે તેવું અમોને અંગત જી.આઈ.ડી.સી.ના અધિકારીઓ પાસેથી તેમજ ઉદ્યોગકારો પાસેથી તેમજ લોકો પાસેથી જાણવા મળેલ છે.

આ ગંભીર પ્રશ્ન હોય તેનું ન્યાય પૂર્વક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા અમારી રજૂઆત તેમજ લાગણી અને માંગણી છે, જે લોકો સને 1970 જી.આઈ.ડી.સી. માં પ્લોટ શેડ મેળવવા માટે અરજી કરેલ છે તેમજ ડીપોઝીટ ભરેલ છે તેવા તમામ લોકોને શેડ-પ્લોટનું વિતરણ કરે તેવી સુચના તેમજ હુકમ કરવા આપને નમ્ર અપીલ છે અને વિનંતી છે તેવી લાગણી અને માંગણી છે. જેથી નાના ઉદ્યોગકારોને અન્યાય દુર થાય તેમજ ન્યાય મળે તેવી અપેક્ષા અને વિશ્વાસ છે તેથી આ પ્રશ્નને ગંભીરતાથી લઇ તેમજ ઉદ્યોગને લગતા પ્રશ્નો સાનુકુળ રીતે નિકાલ કરતા હતા તે રીતે ઊંડો અભ્યાસ કરીને આ નિરાકરણ લાવવા અનુરોધ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application