નકટા, નાક–કાન વગરના કહેવા કે, નાણા ભુખ્યા વરૂ ? રાજકોટ મહાપાલિકાનું ફાયર તત્રં અડધો ડઝન જેટલા અધિકારીઓ જેલમાં ધકેલાયા છે છતાં હજુ પણ લાંચ લેવામાં એટલું ફાયર હોય તે મુજબ હવે કોર્પેારેટ સિસ્ટમ પ્રમાણે એજન્ટ થકી વહીવટો થઈ રહ્યા હોય તેમ ગઈકાલે રાજકોટ એસીબીએ ફાયર વિભાગના એજન્ટ (દલાલ) કૌશિક કરશનભાઈ પીપરોેતર નામના શખસને ૩૦ હજારની લાંચ લેતા રંગેહાથ પકડી પાડયો છે. આ એજન્ટના કબજે થયેલા મોબાઈલમાંથી અગાઉ લાંચમાં આવી ચુકેલા ફાયર ઓફિસર અનિલ મારૂ સહિતના ફાયર બ્રિગેડના અધિકારીઓ સ્ટાફ સાથે થયેલી ડીલીટેેડ ચેટના પુરાવા એસીબીને હાથ લાગ્યા છે જેના પરથી કેટલાક ફાયરના લાંચીયા બાબુઓના તપેલા ચડવાની સંભાવના દેખાઈ રહી છે.
રાજકોટમાં પ્રોપર્ટી એકસ્પો ૨૦૨૪માં ટેમ્પરરી ડોમના નિર્માણ માટે ફાયર એનઓસીની જરૂરીયાત ઉભી થઈ હોય ડોમ ધારક દ્રારા એનઓસી મેળવવા માટે પ્રયાસો હાથ ધરાયા હતા. એ દરમિયાન સ્પેસીફીક ફાયર પ્રોટેકશન લી.ના સેલ્સ એકઝીકયુટીવ કૌશિક પીપરોતરનો ભેટો થઈ ગયો હતો. કૌશિકે પોતાના ફાયર વિભાગમાં અધિકારીઓ સાથે સંબધં છે એનઓસી મળી જશે. જેમાં નિયમ મુજબ થતી ફી ઉપરાંત ૩૦ હજારનો વહીવટ કરવો પડશે. લીગલ પ્રોસીઝર હોવા છતાં ૩૦ હજાર ગેરકાયદે મંગાતા હોવાનું લાગતા ફરિયાદી દ્રારા આ રકમ નહીં આપવા અને ફાયર બ્રિગેડમાં ચાલતી લોલંમલોલ ઉઘાડી પાડવા માટેે એન્ટી કરપ્શન બ્યુરો રાજકોટ કચેરીનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.
એસીબીના ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.એસ.ગોહીલે જામનગરના પીઆઈ આર.એન.મીરાણી સાથે મળીને ઓપરેશન પાર પાડયું હતું. ૩૦ હજાર રૂપિયા લેવા માટે ૧૫૦ ફત્પટ રીંગરોડ પર નાણાવટી ચોક નજીક મોમાઈ ચા સેન્ટર પાસે બોલાવ્યો હતો અને ૩૦ હજાર રૂપિયા આપતા જ કૌશિકે કામ બન ગયા માફક આ રકમ સ્વીકારી લીધી હતી. શિકાર જાળમાં ફસાયાની જાણ થતાં તુર્ત જ નજીકમાં જ ઉભેલી એસીબીની ટીમ સરકારી પંચો સાથે આવી પહોંચી હતી અને કૌશિકને આ રોકડ રકમ સાથે ઉઠાવી લીધો હતો. કૌશિક સામે લાંચ લેવાનો ગુનો નોંધ્યો હતો. પ્રાથમીક રીતે ડાયરેકટર ફાયર બ્રિગેડના કોઈ અધિકારીઓ કે સ્ટાફની સંડોવણી હાલના તબકકે ઓનપેપર ખુલ્લી નથી.
એસીબીની પ્રાથમીક તપાસમાં આરોપી પાસેથી મોબાઈલ ફોન કબજે કરાયો છે. આ ફોનની તપાસણી કરાતા ટીઆરપી ગેમઝોન અિકાંડ બાદ નવા મુકાયેલા ભુજના ફાયર ઓફિસર અને લાંચ લેવામાં પણ ફાયર નીકળેલા ટુંક સમયમાં જ રાજકોટ એસીબીના હાથે લાંચમાં આવીને જેલમાં હવા ખાનારા અનિલ મારૂ તેમજ ફાયર બ્રિગેડના અન્ય અધિકારીઓ સ્ટાફની સાથે વોટસએપ તેમજ સોશ્યલ મીડીયાના માધ્યમથી ચેટીંગ થયાના પુરાવા મળ્યા છે. ફાયર બ્રિગેડના આ અધિકારીઓ સાથે થયેલી ચેટ મોબાઈલમાં ડીલીટ હતી જેથી આરોપી કૌશિક અને અધિકારીઓ વચ્ચે કઈ બાબતની કેવી ચેટ થઈ હતી ? આરોપીએ અગાઉ કોની સાથે વહીવટ કરતો હતો ? કેટલી વખત વહીવટ કર્યેા હતો ? તે સહિતના મુદ્દે કૌશિકના રીમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરાઈ છે. તેમજ ચેેેટ કયાર પ્રકારની હતી ? તેનો ડેટા મેળવવા મોબાઈલને ફોરેન્સીક લેબમાં મોકલાશે તેવું જાણવા મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech