હિઝ હોલીનેસ આગાખાનની દોહિત્રી ખાસ જીનીવાથી તેના ચાર્ટર્ડ પ્લેન મારફત ભારતની મુલાકાતે આવી હતી. વાયા હૈદરાબાદ થી તેનું ચાર્ટર રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે લેન્ડ થયું હતું. રાજકોટ થી બાય કાર કેશોદ ખાતે યોજાનારા એક કાર્યક્રમમાં તેઓ પહોંચ્યા હતા ત્યાંથી પરત જવા માટે ગઈકાલે રાજકોટ એરપોર્ટ પર આવ્યા હતા પરંતુ તેમના આ ખાસ પ્લેનમાં કોઈ ટેકનીકલ ખામી આવી જતા આ પ્લેનને રાજકોટ એરપોર્ટ પર જ ગ્રાઉંડ કરવું પડું હતું અને તેમને લઈ જવા માટે ખાસ મુંબઈથી ચાર્ટર્ડ આવ્યું હતું.
બે દિવસ પહેલા આગાખાનની દોહિત્રી પ્રિન્સેસ ઓફ પરેશિયા સોરઠની મુલાકાતે આવ્યા હતા યાં કેશોદ ખાતે તેમના દ્રારા બનાવાયેલી એક સ્કૂલનું ઉધ્ઘાટન માટે ખાસ જીનીવાથી આવ્યા હતા.
ઉધ્ઘાટન સમારોહ પૂરો થઈ ગયા બાદ તેઓ ગઈકાલે તેમના ચાર્ટર્ડ પ્લેન દ્રારા મુંબઈ જવા માટે રવાના થયા હતા પરંતુ આ પ્લેનમાં રાજકોટ હીરાસર એરપોર્ટ ખાતે જ ટેકનિકલ ફોલ્ટ આવી ગયો હતો જેના લીધે પ્લેન ઓપરેટ થઈ શકતું ન હતું, ખાસ ચાર્ટર પ્લેનની ટેકનિકલ ક્ષતિ દૂર કરવા માટે એન્જિનિયરોની ટીમ પણ પહોંચી હતી. પરંતુ કલાકો બાદ પણ આ વિમાન રીપેરીંગ ન થતાં અહીં જ તેને ગ્રાઉન્ડ કરી દેવું પડું હતું.
ત્યારબાદ મુંબઈથી રાત્રે ૭:૩૦ વાગ્યે મુંબઈથી ખાસ ચાર્ટડ પ્લેન આવ્યુ હતું અને જેમાં આગાખાનના દોહિત્રી અને તેમના સાથેના સભ્યો મુંબઈ પહોંચ્યા હતા. હાલના તબક્કામાં હજુ આ આંતરરાષ્ટ્ર્રીય ચાર્ટર્ડ પ્લેન હીરાસર ખાતેના પાકિગમાં છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech