વર્ષ 2020માં વિશ્વમાં ફેલાયેલ કોરોના રોગચાળા પછી, ચીન વધુ એક ખતરનાક વાયરસની પકડમાં છે. હ્યુમન મેટાપ્યુમોવાયરસ એચએમપીવી ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે ચીનમાં હોસ્પિટલોમાં ભીડ અને સ્મશાનગૃહમાં જગ્યાનો અભાવ જોવા મળી રહ્યો છે. આ વાયરસ ચીનમાં કોરોનાની જેમ તબાહી મચાવી રહ્યો છે. એચએમપીવીને કારણે મોટી સંખ્યામાં લોકો બીમાર પડી રહ્યા છે.હ્યુમન મેટાપ્યુમોવાયરસ (એચએમપીવી) એ આરએનએ વાયરસ છે, જે ન્યુમોવિરિડે પરિવારનો છે. તે સૌ પ્રથમ 2001 માં ડચ સંશોધકો દ્વારા શોધાયું હતું. તે ચીનમાં તબાહી મચાવી રહ્યું છે.આ એચએમપીવી હોસ્પિટલ અને સ્મશાનગૃહમાં ભારે ભીડ સજીર્ રહ્યો છે.
ચીનના સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એચએમપીવી, ઈન્ફલ્યુએન્ઝા એ, માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને કોવિડ-19 જેવા અનેક વાયરસ હોસ્પિટલોમાં એક સાથે ફેલાઈ રહ્યા છે. ચીનમાં સ્થિતિ વણસી રહી છે અને લોકો ચિંતિત છે કે ચીનની સરકાર આ નવા વાયરસ વિશે સાચી માહિતી આપી રહી નથી. અહેવાલો અનુસાર, ચીનમાં આરોગ્ય અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને અજાણ્યા દર્દીઓ સાથે વ્યવહાર કરવા માટે સર્વેલન્સ સિસ્ટમ ગોઠવી છે. ચીનના અધિકારીઓએ ચેતવણી આપી છે કે શિયાળા અને વસંત ઋતુમાં દેશમાં શ્વાસ સંબંધી રોગોના કેસ ઝડપથી વધી શકે છે. ચીનના રોગ નિયંત્રણ અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે તેઓ અજ્ઞાત પ્રકારના ન્યુમોનિયા માટે સર્વેલન્સ સિસ્ટમ ચલાવી રહ્યા છે. જો કે, હજી પણ ચિંતા છે કે ચીનની સરકાર વાયરસથી સંબંધિત વાસ્તવિક ડેટા અને પરિસ્થિતિને સંપૂર્ણ રીતે જાહેર કરી રહી નથી.
એચએમપીવી વાયરસ શું છે
હ્યુમન મેટાપ્યુમોવાયરસ (એચએમપીવી) એ એક આરએનએ વાયરસ છે, જે ન્યુમોવિરિડે પરિવારનો છે. તે સૌ પ્રથમ 2001 માં ડચ સંશોધકો દ્વારા શોધાયું હતું. આ વાયરસ મુખ્યત્વે શ્વસન ચેપ્નું કારણ બને છે અને ઉધરસ અથવા છીંક દ્વારા ફેલાય છે. તે ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવવાથી પણ ઝડપથી ફેલાઈ શકે છે. તેના ચેપ્નો સમયગાળો 3 થી 5 દિવસનો છે, અને તે શિયાળા અને વસંતમાં સૌથી સામાન્ય છે.
એચએમપીવી સામે રસી હજુ બની નથી
માનવ મેટાપ્યુમોવાયરસ માટે હાલમાં કોઈ રસી ઉપલબ્ધ નથી. તેના લક્ષણો સામાન્ય શરદી જેવા હોય છે, પરંતુ તે ગંભીર ચેપ્નું કારણ પણ બની શકે છે. 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કેસની સંખ્યા વધી રહી છે, જેના કારણે ચીનના આરોગ્ય અધિકારીઓ ચિંતિત છે.
સામાન્ય ફ્લૂ જેવા જ લક્ષણો
નિષ્ણાતો સૂચવે છે કે શિશુઓ અને વૃદ્ધો, જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, તેઓને મેટાપ્યુમો વાયરસથી ગંભીર બીમારી થવાનું જોખમ વધારે છે. તેના લક્ષણો સામાન્ય રીતે સામાન્ય ફ્લૂ જેવા જ હોય છે, તેથી લોકો આ ચેપ્ને લઈને તદ્દન મૂંઝવણમાં રહે છે.
2023માં અમેરિકામાં પણ કેસ વધ્યા હતા
વર્ષ 2023ની શરૂઆતમાં અને ત્યારપછી તે જ વર્ષના મે-જૂન મહિનામાં અમેરિકાના ઘણા ભાગોમાં એચએમપીવીના કારણે ચેપ્ના કેસમાં ઝડપથી વધારો થયો હતો. અમેરિકામાં હ્યુમન મેટાપ્યુમો વાયરસ માટે લગભગ 11 ટકા પીસીઆર અને 20 ટકા એન્ટિજેન ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
વાયરસના સોફ્ટ ટાર્ગેટ
એચએમપીવીના મુખ્ય સોફ્ટ ટાર્ગેટ બાળકો અને વૃદ્ધો છે. આ એ જ જૂથો છે જે કોરોના રોગચાળા દરમિયાન સૌથી વધુ પ્રભાવિત થયા હતા. વાયરસના વધતા પ્રકોપ્ને ધ્યાનમાં રાખીને, આરોગ્ય અધિકારીઓએ લોકોને માસ્ક પહેરવા, ભીડવાળી જગ્યાઓથી દૂર રહેવા અને વારંવાર હાથને સેનિટાઈઝ કરવાની સલાહ આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમેક્સિકો સરહદ પર ઈમરજન્સી લાગુ, શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત
January 20, 2025 11:53 PMબાઇડેનના બધા સ્ટુપિડ આદેશો 24 કલાકમાં કરાશે રદ્દ... ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા પહેલા કરી મોટી જાહેરાત
January 20, 2025 08:25 PMમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નગરો-શહેરોના વિકાસ માટે 605 કરોડથી વધુનો ભંડોળ ફાળવવાનો નિર્ણય
January 20, 2025 08:12 PMજામનગરમાં દ્વારકાપુરી મંદિરમાં બડા મનોરથ - છપ્પન ભોગ મહોત્સવનું આયોજન
January 20, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech