અમેરિકામાં ત્રાટકયું શ્રેણી–૪ સ્તરનું ખતરનાક વાવાઝોડું, કેટલાક વિસ્તારોમાં ઈમરજન્સી લાગુ

  • September 27, 2024 03:58 PM 


અમેરિકામાં ત્રાટકેલા હરિકેન હેલેન ખૂબ જ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. આ તોફાનના કારણે દક્ષિણપૂર્વીય અમેરિકાના ઘણા વિસ્તારોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. હેલેન એક વિનાશક કેટેગરી ૪ના વાવાઝોડામાં તીવ્ર બન્યું છે. જેનાથી આ વર્ષે યુ.એસ.માં ત્રાટકનાર સૌથી શકિતશાળી વાવાઝોડાઓમાંનું એક બની ગયું છે. આ દરમિયાન નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનએ કોર્ડ–ગરમ સમુદ્રના તાપમાનને કારણે આ વર્ષે એટલાન્ટિક વાવાઝોડા આ વર્ષે રે સરેરાશ કરતા વધારે રહેવાની આગાહી કરી છે. અનુમાન છે કે, હેલેન આ ક્ષેત્રમાં વર્ષેામાં આવતા સૌથી મોટા તોફાનમાંથી એક હશે. હેલેન વાવાઝોડાની મોટાભાગની શકિત મેકિસકોની ખાડીના ના પાણીમાંથી આવી હતી, જે પહોંચી ગયું છે.
યુએસ નેશનલ હરિકેન સેન્ટર અનુસાર, આ વાવાઝોડાને કારણે ૨૧૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફંકાઈ શકે છે. વાવાઝોડું હાલમાં ટેમ્પાથી લગભગ ૧૯૫ કિલોમીટર પશ્ચિમમાં સ્થિત છે. વાવાઝોડાએ લોરિડામાં ૨૫૦,૦૦૦ થી વધુ ઘરો અને વ્યવસાયોને પહેલેથી જ પાવર આઉટ કરી દીધા છે. હવે લોરિડાના બિગ બેન્ડ વિસ્તારમાં આના કારણે ભારે નુકસાન થવાની આશંકા છે.
કહેવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન ૬ મીટર સુધીના મોજા ઉછળી શકે છે. આ મોટા જોખમને ધ્યાનમાં રાખીને લોરિડાના તટથી ઉત્તર યોર્જિયા અને પશ્ચિમ કેરોલિના સુધીના વિસ્તારમાં તોફાન અને પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે. અગાઉ, આ ઉષ્ણકટિબંધીય વાવાઝોડાએ ગુવારે લોરિડામાં તબાહી મચાવી દીધી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application