એક ગ્રાહકે એક વર્ષમાં 5 લાખ રૂપિયાનું ફૂડ ઓર્ડર કર્યું!

  • January 01, 2025 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઑનલાઇન સેવાઓના યુગમાં, ફૂડ ડિલિવરી એપ્લિકેશન્સ સૌથી લોકપ્રિય એપ્લિકેશન્સમાં પ્રથમ સ્થાને છે. ખાવાનું ગમે તે હોય, લોકો પળવારમાં ઘરે મેળવી શકે છે. જ્યારે ફૂડ ડિલિવરી એપ્લિકેશન ઘરમાં આરામથી ખાવાની સ્વતંત્રતા આપે છે, તે ટ્રાફિકથી પણ બચાવે છે અને ઘણા બધા વિકલ્પો પણ આપે છે. આ જ કારણ છે કે ફૂડ લવર્સ આ સર્વિસને ખૂબ પસંદ કરે છે.


જો ખાવાના દિવાના છો, તો જુઓ કે કોઈ વ્યક્તિએ એક વર્ષમાં એટલું ખાધું છે જે બજેટમાં ઈકોનોમી કાર ઘરે લાવી શકાય છે. જ્યારે ફૂડ એપ ઝોમેટોએ આ ડેટા શેર કર્યો તો લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. તેના વિશે વિચારીને જ આશ્ચર્ય થશે પરંતુ આ વ્યક્તિએ આવું કરી બતાવ્યું છે.


આપણા દેશમાં ફૂડ લવર્સની કોઈ કમી નથી, તેથી જ સ્વિગી અને ઝોમેટો જેવી ફૂડ ડિલિવરી કંપનીઓ સમૃદ્ધ બની રહી છે. આ વાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકો છો કે બેંગલુરુમાં રહેતા એક ફૂડ લવરે વર્ષ 2024માં કુલ 5 લાખ રૂપિયાનું ફૂડ ખાધું હતું. ઝોમેટોએ તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે બેંગલુરુમાં રહેતા ગ્રાહકે વર્ષ 2024માં ફૂડ ઓર્ડર કરવા માટે કુલ 5,13,733 રૂપિયા ખર્ચ્યા હતા. ઝોમેટો ડાઇનિંગ ટેબલ પણ રિઝર્વ કરવાની પરવાનગી આપે છે. વર્ષ 2024માં કુલ 1 કરોડથી વધુ લોકોએ તેનો ઉપયોગ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application