આઠ માસ પૂર્વે અહીં તપાસ દરમિયાન ચાર હજાર લીટર શંકાસ્પદ પ્રવાહી મળી આવ્યું હતું: સાણથલીનો શખસ કારસ્તાન ચલાવતો હતો, સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ મામલતદારે ફરિયાદ નોંધાવી
જસદણ તાલુકાના આટકોટ પાસે આઠ માસ પૂર્વે બાયોડીઝલ જેવા ભણતા શંકાસ્પદ પ્રવાહીના વેચાણનું કારસ્તાન ઝડપી પાડવામાં આવ્યું હતું. જે અંગે અહીંથી કબજે કરેલ ઈંધણનું સેમ્પલ તપાસ અર્થે મોકલ્યું હોય જેમાં આ પ્રવાહી બાયોડીઝલ જેવું ભેળસેળવાળું હોવાનું સ્પષ્ટ્ર થતા આ મામલે જસદણ મામલતદારની ફરિયાદ પરથી અહીં આ વેપલો ચલાવનાર સાણથલીના શખસ સામે આટકોટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ, મામલતદાર અને એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટ જસદણ મહેશકુમાર ધીરજલાલ દવે(ઉ.વ ૫૭) દ્રારા આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે જસદણના સાણથલીમાં રહેતા અરવિંદ મનુભાઈ ધડુકનું નામ આપ્યું છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, ગત તારીખ ૨૯૨ ૨૦૨૪ ના નાયબ નિયામક પેટ્રોલિયમ એસ.જી. પટેલ તથા મદદનીશ નિયામક (ફેરણી) કે.જી.પરમાર, મામલતદાર જસદણ એમ.સી. રાયગુએ જસદણ તાલુકાના આટકોટ ગામે ગોંડલ ચોકડી પાસે બાપાસીતારામ હોટલની પાછળ બીપીસીએલ કંપનીના સત્યસાંઈ પેટ્રોલ પંપની સામે આવેલા ખુલ્લા પ્લોટમાં અનઅધિકૃત રીતે પેટ્રોલિયમ પદાર્થનો વેપાર કરવામાં આવતો હોવાની બાતમીના આધારે પંચોની હાજરીમાં તપાસણી કરી હતી.
અહીં ખુલ્લા પ્લોટમાં આરોપી અરવિંદ ધડુક હાજર હોય અને તે વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહીનું બાયોડીઝલના નામે ખરીદ વેચાણ અને સંગ્રહ કરતા હોવાનું જણાવ્યું હતું. અહીં ધંધાના સ્થળે પેઢીનું નામ સરનામું દર્શાવતું કોઈ પણ પ્રકારનું સાઈન બોર્ડ જોવા મળ્યું ન હતું. અહીંથી અંદાજિત ૧૦,૦૦૦ લીટરની ટેન્ક ઈંધણ સંગ્રહ કરવામાં માટે રાખવામાં આવી હતી જેમાં તપાસણી કરતા ૪૦૦૦ લીટર વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી સંગ્રહ કયુ હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી આ અંગેના જરી કાગળો રજૂ કરી શકયા ન હતો તેમજ અહીં એકસપ્લોઝિવનું લાઇસન્સ પણ મેળવવામાં આવ્યું ન હતું અને જરી અિશામકના સાધનો પણ ન હોય જે તે સમયે ૪૦૦૦ લિટર બાયોડીઝલ જેવું પ્રવાહી કિંમત પિયા ૨.૮૮ લાખ સિલ કરી ચકાસણી માટે ત્રણ સેમ્પલ તૈયાર કરી મોકલી દેવામાં આવ્યા હતા.
જે અંગેનો રિપોર્ટ આવી જતા અહીંથી મોકલવામાં આવેલ સેમ્પલ બાયોડીઝલના નમૂનાઓ નાપાસ થયેલ હોય અને પેઢી દ્રારા બાયોડીઝલના ભળતા નામે અન્ય કોઈ પેટ્રોલિયમ પ્રોડકટની ભેળસેળ કરેલ હોવાનું સ્પષ્ટ્ર થયું હતું. જેથી આમાં મામલતદારની ફરિયાદ પરથી આટકોટ પોલીસ સ્ટેશનમાં અહીં બાયોડીઝલ જેવું ભળતું પ્રવાહી વેચનાર અરવિંદ મનુભાઈ ધડુક સામે આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ ૧૯૫૫ ની કલમ ૩૭ તથા પેટ્રોલિયમ એકટ ૧૯૩૪ ની કલમ ૨૩(૧),એ(૨) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવાની વધુ તપાસ પીએસઆઇ એન.પી.ગોહિલ ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech