જામનગરમાં ગુલાબ નગર નજીક રવિ પાર્ક વિસ્તારમાં રહેતા એક યુવાનનો પ્લોટ પિતા પુત્ર સહિતના ત્રણ શખ્સોએ ગેરકાયદે કબજો જમાવી પચાવી પાડ્યો હોવાથી તેની સામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગુલાબ નગર નજીક રવિ પાક વિસ્તારમાં રહેતા સબીરભાઈ બશિરભાઈ ખફી નામના ૩૨ વર્ષના સુમરા યુવાનનો રવિ પાર્ક વિસ્તારમાં જ પ્લોટ આવેલો છે, જે પ્લોટ પોતાની માલિકીનો હોવા છતાં ગુલાબ નગર નજીક શિવનગરમાં રહેતા હનીફ માડકિયા અને તેના પુત્રો આરીફ માડકીયા અને વારીશ માડકીયાએ પચાવી પાડ્યો હોવાથી અને તેમાં ગેર કાયદે કબજો કરી લીધો હોવાથી જામનગરના જિલ્લા કલેકટરમાં લેન્ડગ્રેબીંગ અંગે અરજી કરવામાં આવી હતી.
જે અરજી ની તપાસ પોલીસને સોંપવામાં આવી હતી, અને સીટી બી. ડિવિઝન પોલીસ દ્વારા ઉપરોક્ત જમીન અંગેની ખરાઈ કરાતાં ઉપરોક્ત જમીનમાં ગેરકાયદે પેશકદમી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેનો રિપોર્ટ તૈયાર કરીને જિલ્લા પોલીસ વડાને આપ્યા પછી જિલ્લા સમાહર્તા સમક્ષ પરત મોકલાવ્યો હતો, જે રિપોર્ટના અનુસંધાને જિલ્લા કલેક્ટર દ્વારા આ મામલે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા માટેનો આદેશ કરાયો હતો, જે આદેશ અનુસાર જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં સબીરભાઈ બસીરભાઈ ખફીની ફરિયાદના આધારે ત્રણેય આરોપી પિતા પુત્ર સામે લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, અને પોલીસ દ્વારા શહેર વિભાગના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech