જ્ઞાતિ અપમાનની ટિપ્પણી પોસ્ટ કરનારા સામે ગુનો નોંધાયો

  • March 30, 2024 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શાપર (વેરાવળ)ના ગોવિંદનગર–૩માં રહેતા સંજય કાનજીભાઇ પરમાર નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે ઇન્સ્ટા આઇ.ડી.માં અન્ય યુઝર્સ પૈકીનાએ જ્ઞાતિ પ્રત્યે કરેલી અપમાનજનક ટિપ્પણી બાબતે શાપર (વેરાવળ) પોલીસ મથકમાં આઇ.ટી. એકટ હેઠળ ગુનો નોંધાવ્યો છે.પોલીસ ફરિયાદની વિગતો મુજબ સંજય તા.૯–૨ના રોજ પોતાનું ઇન્સ્ટા આઇડી જોતો હતો ત્યારે ઇન્સ્ટામાં કોમેન્ટ જોવા મળી હતી. જેનો સ્ક્રીન શોટ લઇ લીધો હતો.

થોડા દિવસ બાદ તા.૧–૩ના રોજ ઇન્સ્ટા એકાઉન્ટ ચેક કરતા તેમાં જીજ્ઞેશ મેવાણીએ સરકારને આપેલી ચેલેન્જવાળા વીડિયોમાં કોમેન્ટ થઇ હતી તે કોમેન્ટનો પણ સ્ક્રીન શોટ લઇ મિત્ર રાહુલ ચાવડાને વાત કરી આ ઇન્સ્ટા યુઝરના નંબરો તેમજ સ્ક્રીન શોટ સાથે બન્ને વિરૂધ્ધ શાપર પોલીસ મથકમાં લેખિત ફરિયાદ આપી હતી. પોલીસે તપાસ બાદ ગઇકાલે સંજયની ફરિયાદના આધારે બે ઇન્સ્ટા યુઝર સામે જ્ઞાતિ પ્રત્યે અપમાનીત શબ્દ ગાળો લખીને કોમેન્ટ કરી હોવા અંગેનો ગુનો નોંધી ઇન્સ્ટા આઇડી આધારે બન્ને આરોપીની ધરપકડની તજવીજ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application