ભાટિયામાં પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

  • January 06, 2025 01:35 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ભાટિયા ખાતે ગઈકાલે રવિવારે પ્રાથમિક શિક્ષકો માટે જિલ્લા કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું.


આ ટુર્નામેન્ટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા અને મહામંત્રી અશોકભાઈ કરમુર દ્વારા આયોજન કરાયું હતું.જેમાં ફાઇનલ વિજેતા ટીમ ખંભાળિયા તાલુકાની કેપ્ટન હિતેષભાઈ કરમુરની ટીમ અને રનર્સઅપ કલ્યાણપુર તાલુકાની ટીમ કેપ્ટન મારખીભાઈ ગોરીયાની ટીમ રહી હતી. ટુર્નામેન્ટનાં મેન ઓફ ધ સિરીઝ મારખીભાઈ ગોરીયા , બેસ્ટ બેટ્સમેન મારખીભાઈ ગોરીયા, બેસ્ટ બોલર મારખીભાઈ ગોરીયા બન્યા હતા અને ફાઇનલ મેન ઓફ ધ મેચ પરબતભાઈ ભાટિયા બન્યા હતા.


આ ટુર્નામેન્ટમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન લુણાભા સુમણિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, દ્વારકા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હેમતભાઈ સુવા, કલ્યાણપુર ટી.પી.ઈ.ઓ. નારણભાઈ પટેલ, બીઆરસી પી.એસ. રાણા, બીઆરસી ચેતનભાઈ રાઠોડ, કલ્યાણપુર તાલુકા સંઘ પ્રમુખ કરશનભાઇ રાવલિયા, ભાણવડ સંઘ મહામંત્રી રાજુભાઈ, માજી પ્રમુખ રાહુલભાઈ કંડોરીયા, ખંભાળિયા સંઘના હિતેષભાઈ કરમુર, દેવશીભાઇ કરમુર, જગદીશભાઈ છુછર, દેવશીભાઈ કારેથા, ધાનાભાઈ કરમુર, ભીખુભાઇ પિંડારીયા, ડૉ. ગોજીયા, ડૉ. દેવશીભાઈ ગોરીયા, મેહુલભાઈ સચદેવ, પોલીસ સ્ટાફ કરશનભાઈ તથા ઝાલાભાઈ, કલ્યાણપુર નાયબ મામલતદાર હાથલીયા, ખાનગી શાળામાંથી ખીમભાઈ ગોરીયા, જિલ્લા ઉચ્ચ માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ રામદેભાઇ ગોજીયા, જિલ્લા વ્યાયામ શિક્ષક મંડળના પ્રમુખ વી.ડી. ગોજીયા, તાલુકા આરોગ્ય સંઘના પ્રમુખ રાકેશભાઈ કરમુર સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.


ટુર્નામેન્ટનું આયોજન સંચાલન જિલ્લા સંઘ વતી મારખીભાઈ ગોરીયા, હાજાભાઈ વાળા, ડી.કે. કરમુર દ્વારા કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application