રાજકોટ શહેરમાં ક્રિકેટ સટ્ટો પોલીસ માટે બહત્પમુલી કામગીરી બની રહી છે. શહેરના એક વિસ્તારમાંથી ક્રિકેટ સટ્ટા શોખીનને ક્રીમ બ્રાંચમાં લઈ આવીને પોલીસની ભાષાનો પ્રયોગ કરીને અંતે રાજીપો થતાં ૧૦ પેટીમાં પતાવટ થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે.ક્રિકેટ સટ્ટા આલમ સાથે જોડાયેલા ઈસમોમાં છેલ્લ ા બે–ત્રણ દિવસથી ચાલતી વાતો મુજબ ક્રિકેટ સટ્ટામાં કરામત ધરાવતા ક્રીમ બ્રાંચના સાહેબના અંગત ગણાતા વ્યકિત કે ટીમ દ્રારા ગત સાહે સટ્ટાના એક ખેલાડીનેે ઉઠાવી લેવાયો હતો. ક્રીમ બ્રાંચના દરવાજે લઈ અવાયો આ ખેલાડી પાસેથી મળેલા મોબાઈલ અને અન્ય વસ્તુમાંથી સટ્ટાને લગતી આઈડી, વ્યવહારો અને કેટલાક આવા કોન્ટેકટ મળી આવતા દોડવું તું અનેે ઢાળ મળ્યો જેવોે લાવનારાઓને થઈ પડયું હતું. પોલીસની કઈ ભાષામાં સટ્ટાના આ ખેલાડીઓને સમજાવાયો હતો. કેસ થાય અને ત્યાર બાદ અન્ય ઉખેડાઓ ઉખડે, કોની આઈડી, કોની લાઈન તે સહિતની માહિતીઓ પણ બહાર આવશે. આવું બધું આ ખેલાડીને કહેવાયું હશે આખરે ગોલ તો માછલીની આખં જેવો જ મંડાયેલો હશે. અંતે જાળમાં આવેલા આ ખેલાડીએ સરન્ડર થવાનું પસદં કયુ હશે. કેટલાક પરિચીત મારફતે વાતચીતનો દોર ચાલ્યો હતો.
લાવનારાઓ દ્રારા મોટો આકં મુકાયો હતો પણ આ આકં કાપવા અનેે વચલો રસ્તો કાઢવા માટે એક એસપી નામના ખાતા સાથે સંપર્કમાં રહેલા વ્યકિત દ્રારા વ્યવહારો માર્ગ નીકળ્યો હતો અને છેલ્લ ે ૧૦ પેટીએ વાત આવીને અટકી ગઈ હતી. અંતે ૧૦ પેટીએ બધં બારણે બાજી રમાઈ હતી અને આ રાજીપો થઈ જતાં આ ખેલાડીને પણ બાઈત મુકત કરી દેવાયો હતો. શિવજી જેવા ભળતું નામ ધરાવતા વ્યકિત અને તેની સાથે જોડાયેલા સાથીદાર ટીમે કામ પાર પાડયાની ચર્ચા છે. ઉપરોકત તમામ બાબતો સટ્ટા સાથે સંકળાયેલાઓમાં જો અને તો જેવી ચર્ચારૂપ છે. તાજેતરમાં ક્રિકટ સટ્ટાનો આવો કેસ રાજકોટમાં કયાંય ઓનપેપર નોંધાયો નથી અને ક્રીમ બ્રાંચમાં પંટર ૧૦ પેટીમાં કપાયો હોવાની આવી કોઈ વાત કાગળ પર આવી પણ નથી જેથી ચર્ચારૂપ કે અફવા રૂપ માનવી પડે. બાકી સાકર જેવી ક્રીમમાં સોદો પડયો હોવાની સાચી ખોટી વાતો વહી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech