રાજકોટ સેન્ટ્રલ જેલમાં આજે રક્ષાબંધન પર્વની ઉજવણી થઈ હતી. જો કે, આ સમયે પણ ટીઆરપી ગેમઝોન અિકાંડના આરોપી રાજકોટ મહાપાલિકાના પુર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાના કારણે રાજકોટ જેલ પણ ચર્ચાના ચકરાવે ચડી ગઈ છે. સાગઠીયાને રાખડી બાંધવા આવેલી બહેને સાગઠીયાના હાથમાં એક ચીઠ્ઠી આપી અને આ દ્રશ્ય ત્યાં હાજર વ્યકિતઓની નજરમાં પડયા હતા. બંદોબસ્તમાં રહેલા સિપાહીની નજર પણ આ ચીઠ્ઠી પર પડતા તેણે તુર્ત જ ચીઠ્ઠી સાગઠીયાના હાથમાંથી પરત કરાવી દીધી હતી. જો કે, આ ચીઠ્ઠીએ ભારે ચકચાર જગાવી છે કે, આ ચીઠ્ઠીમાં એવું તો શું હતું કે, રાખડી બાંધતી સમયે ભાઈના હાથમાં બહેને આ ચીઠ્ઠી આપી હતી ?
રાજકોટ સેન્ટ્રલ જેલમાં દર વર્ષની માફક આ વર્ષે પણ જેલમાં બંધક ભાઈઓને બહેનો રાખડી બાંધી શકે તે માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. રાજકોટ સીટી ઉપરાંત અન્ય શહેર–જિલ્લ ાના અને ગામડામાંથી પણ બહેનો જેલમાં બધં ભાઈઓના કાંડે સુરક્ષા કવચ રાખડી બાંધવા પહોંચી હતી. જેલમાં ટીઆરપી ગેમઝોન અિકાંડના આરોપીઓ પણ બધં છે તેની બહેનો પણ રાખડી બાંધવા જેલ પર આવ્યા હતા. પુર્વ ટીપીઓ સાગઠીયાની બે બહેન પણ રાખડી બાંધવા પહોંચ્યા હતા. આ બન્ને બહેનો પૈકી એક બહેને રાખડી બાંધી ભાઈ મનસુખના ઓવરણા લીધા હતા. બીજી બહેને પણ રાખડી બાંધી અને એ સમયે મનસુખના હાથમાં એક ચીઠ્ઠી આપી હતી. આ દ્રશ્ય ત્યાં હાજર મીડિયાના કેમેરામાં કંડારાઈ ગયું હતું.
બહેને મનસુખને ચીઠ્ઠી આપી તેના પર મનસુખની બાજુમાં ઉભેલા જેલ સિપાહીની નજર પડી હતી. તેણે તુર્ત જ આ ચીઠ્ઠી લેતાં અટકાવ્યા હતા. ચીઠ્ઠી લેવાની ના પાડતા મનસુખે આ ચીઠ્ઠી તેના બહેનને પરત કરી દીધી હતી. ચીઠ્ઠીમાં શું લખ્યું હતું, કોના માટે લખ્યું હતું ? એ વસ્તુ તો સાગઠીયા પણ ચીઠ્ઠી ખોલીને વાંચી શકયા ન હતા તેને પણ ખ્યાલ નહીં હોય એવી જ રીતે જેલ સીપાહીએ પોતે કબજે લેવાના બદલે પરત કરી દેતાં તત્રં પણ ચીઠ્ઠીમાં કોના માટે શું મેસેજ હતો ? તે જાણી શકયું ન હતું. કદાચ એવું બને કે, બહેન પોતાના ભાઈને મુખેથી આશિર્વાદ કે હિંમતભેર બે શબ્દ ન કહી શકી હોય અને ચીઠ્ઠીમાં લખીને આપ્યા હોય. બીજી તરફ એવી પણ વાતો વહેતી થઈ છે કે, પારીવારીક કોઈ વાત ચર્ચા હોય તો ત્યાં રાખડી બાંધવા માટે આવ્યા હતા અને બન્ને ભાઈ બહેન સામસામે વાત કરી શકે છે. ચીઠ્ઠીમાં કોઈ ગહન બાબત કે માહિતી લખાઈ હશે ? તે જાહેરમાં ન કહી શકાય અને ચીઠ્ઠીથી જેલબધં સાગઠીયાને જાણ થઈ શકે. જે હોય તે પરંતુ રક્ષાબંધન પર્વમાં ચીઠ્ઠીએ જેલને ચર્ચામાં ચડાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech