ખંભાળિયામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અગિયાર માસની મુદત માટે કરાર આધારીત કાયદા સલાહકારની એક જગ્યા માટે નિમણૂંક કરવાની હોવાથી આ અંગે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવી છે.
જેમાં અરજદારની ઉંમર 50 વર્ષથી વધુ હોવી જોઇએ નહી. અરજદાર કાયદાની ડીગ્રી કે માન્ય યુનિવર્સિટી દ્વારા એચ.એસ.સી. બાદ કાયદાનો પાંચ વર્ષનો અભ્યાસક્રમ પાસ કરેલ હોવાની ડીગ્રી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ મુજબ માન્ય કાયદાની ડીગ્રી, નિયમાનુસાર કોમ્પ્યુટર ઉપયોગનું પાયાનું જ્ઞાન, ગુજરાતી અન અથવા હિન્દીનું પુરતું જ્ઞાન હોવું જોઇએ. અરજદારને હાઇકોર્ટ કે હાઇકોર્ટના તાબા હેઠળની કોર્ટમાં એડવોકેટ/એટર્ની/સરકારી વકીલ તરીકેનો પાંચ વર્ષનો અનુભવ, અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કે સરકાર હસ્તકના બોર્ડ, નિગમ કે કંપનીમાં કાયદાકીય બાબતોનો પાંચ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
ઉમેદવાર ગુજરાતીમાં બોલી, વાંચી અને લખી શકે તથા ગુજરાતીમાંથી અંગ્રેજી અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરી શકે તે મુજબનું જ્ઞાન હોવું જોઇએ.
અનુભવ અંગેના તેમજ ઉપર મુજબના ભાષાજ્ઞાન અંગે પ્રમાણપત્ર ઉમેદવારે જ્યાં પ્રેક્ટીસ કરેલ હોય તે રજીસ્ટ્રાર જનરલ હાઇકોર્ટ, હાઇકોર્ટના તાબા હેઠળની કોર્ટના પ્રિન્સિપાલ જ્યુડીશિયલ ઓફીસર, સંબંધિત જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ કે સંબંધિત સીટી સિવિલ કોર્ટના પ્રિન્સિપાલ જજ, કે સરકાર હસ્તકના બોર્ડ કે નિગમ, અથવા કાયદા હેઠળ સ્થપાયેલ કંપનીના કચેરીના વડા દ્વારા પ્રમાણિત કરેલા હોવા જોઇએ. પગાર માસિક રૂ. 60 હજાર ફિક્સ રહેશે. આ સિવાયની અન્ય બોલીઓ, શરતો, બજાવવાની સામાન્ય ફરજો અને જવાબદારીની વિગતો કચેરીના નોટીસ બોર્ડ અથવા આ કચેરીની મેજીસ્ટ્રીયલ શાખામાં કચેરી સમય દરમ્યાન રૂબરૂમાં જોઇ શકાશે.
આ જગ્યા માટે ઉમેદવારી નોંધાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ કલેક્ટર કચેરીની મેજીસ્ટ્રીયલ શાખામાંથી કચેરી સમય દરમ્યાન (રજાના દિવસો સિવાય) અરજી ફોર્મ મેળવી તથા અરજીમાં જણાવ્યા મુજબના આધારો સામેલ રાખી અરજીઓ મોડામાં મોડી તા. 6 ફેબ્રુઆરી સુધીમાં કચેરી સમય સુધીમાં રજી.એડી. અથવા કુરીયરથી "કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, દેવભૂમિ દ્વારકા, જિલ્લા સેવા સદન, પ્રથમ માળ, લાલપુર બાયપાસ રોડ, ખંભાળીયા, જિ. દેવભૂમિ દ્વારકા, પીન કોડ- 361305" ને મોકલી આપવાની રહેશે.
અરજી પત્રક તથા કવરના મથાળે "કરાર આધારીત કાયદા સલાહકારની જગ્યા માટેનું ઉમેદવારી પત્ર" તેમ મોટા અક્ષરે લખવાનું રહેશે. સમયમર્યાદા પછી આવેલ અરજીઓ તથા અધૂરી વિગતવાળી તથા આધાર-પુરાવા વગરની અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં. અરજીઓની પ્રાથમિક ચકાસણી કરી અપુર્ણ/અમાન્ય અરજીઓ દફતરે કરવામાં આવશે. માન્ય રહેલ અરજીઓના અરજદારોને નિયત તારીખે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવા જાણ કરવામાં આવશે. ઇન્ટરવ્યુ માટે તેઓએ સ્વખર્ચે તમામ અસલ પ્રમાણપત્રો સાથે નિયત તારીખ, સમય, સ્થળે હાજર રહેવાનું રહેશે. ભરતીની જાહેરાત તથા અરજી પત્રક વેબસાઇટ https://collectordwarka.gujarat.gov.in/ પરથી પણ ડાઉનલોડ કરી શકાશે તેમ દેવભૂમિ દ્વારકા કલેક્ટર કચેરીની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસત્યમ કોલોની રસ્તા રોકો મામલો...JMC સિટી એન્જિનિયરે આપી પ્રતિક્રિયા
May 08, 2025 05:58 PMગુજરાતમાં પાંચ IAS ઓફિસરોને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો, જુઓ લિસ્ટ
May 08, 2025 05:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech