ભાવનગર મહાનગર પાલિકા કચેરી ખાતે બે દિવસ પહેલા મારામારીની ઘટના બની હતી. જે બનાવની વિડિઓ પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ થવા પામી ન હતી. ત્યારે બે દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. મહાનગરપાલિકામાં વેરો ભરવા ગયેલા કાળીયાબીડના યુવકે એક શખ્સને બાઈક પાર્ક ન કરવાનું કહી ઝપાઝપી કરી ઢીંકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મારમારીનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારના મોમાઈ ચોકમાં રહેતા યશવંશી બાવુભા ગોહિલે નિલમબાગ પોલીસ મથકમાં મહાવિરસિંહ કિશોરસિંહ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૮ના રોજ તેઓ સવારે ૧૧ કલાકના સુમારે મહાનગર પાલિકામાં વેરો ફરવા માટે ગયા હતા. ત્યારે તેઓનું બાઈક પાર્ક કરી રહયા હતા. તે વેળાએ ઉક્ત શખ્સે અહીં બાઈક પાર્ક ન કરવા માટે કહેતા તેઓએ શુ કામ અહી પાર્ક ન કરવુ તેમ કહેતા શખ્સે ઉશ્કેરાઈ તેઓને ધક્કો મારી ઝપાઝપી કરી શર્ટ ફાડી નાખી, તેને ઢીંકાપાટુનો માર મારી આજે તો તને પતાવી દેવો છે. કહી ધમકી આપી હતી. ઉક્ત બનાવ સંદ્રભે પોલીસે શખ્સ સામે ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી હતી. જ્યારે બન્ને યુવાન વચ્ચે થયેલી મારા મારીનો વીડિયો વાયરલ થતા ભારે ચકચાર મચી જવા પામી હતી. અને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. જે બનાવ મામલે નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદના આધારે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech