પોરબંદર જિલ્લામાં મહેસુલ વિભાગ દ્વારા ખેડૂતોને બિનજરી રીતે હેરાન-પરેશાન કરવામાં આવતા હોવાની મહેસુલ મંત્રીને ફરિયાદ થઇ છે.
ભારતીય કિશાન સંઘના પ્રદેશના કારોબારી સદસ્ય નાગાજણ સુધાભાઇ જેઠવાએ મહેસૂલ મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે ગુજરાત રાજ્યના અધિકારી ગણને ટાઇટલ ડિસાઇડ કરવાનો કોઇ અધિકાર ના હોવા છતા અને આખરી છેલ્લી નોંધ પ્રમાણિત હોય તે આખરી પ્રમાણિત નોંધ અરજી સાથે જોડી અરજ અહેવાલ દાખલ કરવા જાય છે ત્યારે ખેડૂત ખાતેદારોને ઇ-ધારા કચેરી તરફથી એવું જણાવવામાં આવે છે કે જામીનના રેવન્યુ રેકર્ડમાં કોઇપણ પ્રકારની નોંધો દાખલ કરાવવી હોય ત્યારે અરજદાર ખેડૂતોએ સૌપ્રથમ તેઓની ખેતીની જમીનોને ગામના નમુના નં.૮-અ તેમજ ગામ નમુના નં.૭ અને ૧૨ સાથે બાપદાદાના સમયથી કનેકટેડ અને પ્રોપર ચેનલમાં તમામ હકકપત્રકો (ગામ નમુના નં.૬)ની તમામ નોંધો અરજી સાથે ફરજીયાત જોડવાની રહેશે તે પછી જ અરજી દાખલ કરવામાં આવશે અને નોંધનો નિર્ણય કરવામાં આવશે.ખેડૂત અરજદારો અધિકારીગણને વિનંતિ સાથે જણાવે છે કે અમારે જે સર્વે નંબર સંબંધેની અરજી દાખલ કરવી છે તેમાં છેલ્લી પ્રમાણિત નોંધ આ સાથે સામેલ છે તેમજ ટાઇટલ ડીસાઇડ કરવાની સત્તા આપને એનાયત થયેલ નથી. આમ છતા આ સો જોડેલા ગામ નમુના નં.૭(સાત)માં દર્શાવેલી તો તમામ હકકપત્રકની નોંધો પણ જોડેલી છે.આમ છતાં અરજદારની કોઇ રજૂઆત મહેસુલી અધિકારી ગણ સંભાળતા નથી. બસ એક જ વાત કરે છે કે હકકપત્રકની તમામ કનેકટેડ નોંધો આપો જ્યાં સુધી હકકપત્રકનું ટાઇટલ ડીસાઇડ નહી થાય ત્યાં સુધી તમારી નોંધ અંગે કોઇ કાર્યવાહી થશે જ નહી તેવા જવાબ આપે છે. આમ છતાં ખેડૂતો અરજ કરે છે કે તમારા કહેવા પ્રમાણે જો કોઇ નોંધો ઘટતી હોય તો હકકપત્રક ગામ નમુના ૬ નું ઓનલાઇન તથા ઓફલાઇન તમામ રેકર્ડ આપની કચેરીમાં જ છે તો નોંધનંબર યા નંબરો શોધીને લખી આપો તો ઇ-ધારાની બારીએથી લાગુ હકકપત્રકની તમામ નોંધો મેળવી જોડી આપુ પરંતુ રેવન્યુ અધિકારી ખેડૂત અરજદારોની વાત માનવા કે સમજવા તૈયાર નથી.આપને એવી વિનંતિ છે કે મામલતદાર અથવા સર્કલ ઓફિસર દ્વારા વર્ષો પહેલાની એટલેકે પચાસથી સાંઇઠ વરસ પહેલાની નોંધો કે જે પ્રમાણિત થયેલ હોય તેમજ હકકપત્રકોની તમામ નોંધો સ્કેનિંગ થઇ ગયેલ હોવા છતા તેમજ મામલતદાર કચેરીના ઓનલાઇન રેકર્ડ ઉપર ઉપલબ્ધ હોવા છતાં મામલતદાર કચેરીના મહેસુલી અધિકારી ગમે ત્યારે જોઇ શકાય તેમ હોવા છતાં અધિકારી ગણ છેલ્લા પચાસથી સાંઇઠ વરસ જુના હકકપત્રકો પ્રોપર ચેનલમાં કનેકટેડ નોંધો શોધી તો આપતા નથી અને દરેક ખેડૂતો પાસે તેમના રેવન્યુ કાર્યવાહીના અરજ અહેવાલ સાથે જોડવાનો ખેડૂતો પાસે જોડવાનો દુરાગ્રહ રાખે છે અને આમ કરીને ખેડૂતો પાસેથી શું મેળવવાનો આશય સેવી રહ્યા છે તેની તપાસ કરવા આ ખેડૂતો વતી આ રજૂઆત કરવા ના છૂટકે ફરજ પડી રહી છે.
લેન્ડ લોડર્સના નિયમો અનુસાર જે દાખલ થયેલી નોંધ સામે કોઇનો લેખિતમાં વાંધો ના આવેલ હોય તેમજ જે નોંધ તકરારીના થયેલ હોય તે નોંધ સીધી પ્રમાણિત કરી આપવાની થાય છે તે સંબંધેની ગાઇડ લાઇન આપવા વિનંતિ છે.આશા રાખવામાં આવે છે કે તાલુકા મામલતદાર કચેરી ખેડૂતો પાસેથી ઉતરોઉતરની હકકની નોંધો જોડવામાંથી તાત્કાલિક મુક્તિ અપાવવામાં આવે અથવા તો અધિકારી ગણ તેમની ઓફીસના કોમ્પ્યુટરમાં તપાસી લે અને હવે પછીથી ખેડૂતો દ્વારા દાખલ કરવામાં આવે તેવી તમામ અરજીઓ સાથે ના મળતી હોય તેવી હકકપત્રકોની નોંધો જોડવાનો આગ્રહ રાખવામાં ના આવે અને વરસો સુધી અગાઉના તત્કાલીન અધિકારીએ પ્રમાણિત કરેલ નોંધો ઉપર હાલના મહેસુલી અધિકારી ગણ ભરોસો રાખે અને હકકપત્રક ડીસાઇડ ના હોવા છતાં ખેડૂતોને તેઓની જુની હકકપત્રકોના મળતા હોય તેવા સમયે આવી તમામ નોંધો સમયમર્યાદામાં પ્રમાણિત કરી આપવામાં આવે તેવો ગુજરાતની તમામ મામલતદાર તેમજ પ્રાંત કચેરી તેમજ જિલ્લા કલેકટર કચેરીને ગાઇડલાઇન તાત્કાલિક અસરથી જારી કરી હુકમ કરવા નાગાજણ સુધાભાઇ જેઠવાએ માંગ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'બેબી જ્હોન' પર છવાયો સલમાન ખાનનો જ જાદુ
December 25, 2024 11:34 AMપુષ્પા-2માં ડરતાં-ડરતાં બૉલ્ડ સીન આપ્યા હતા: રશ્મિકા
December 25, 2024 11:28 AMસિદ્ધાર્થ-જ્હાનવી ખેલશે પ્રણયના ખેલ
December 25, 2024 11:24 AM'બોર્ડર 2'નું શૂટિંગ શરૂ થતા જ સેટ પરથી ફોટો લીક
December 25, 2024 11:23 AMમોસ્ટ પોપ્યુલર હોરર ફિલ્મ ‘તુમ્બાડ’ની સિકવલ બનશે
December 25, 2024 11:19 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech