માધાપર ચોકડી પાસે રહેતા અને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરનાર યુવાન પાસેથી અક્ષર માર્ગ પર રહેતો શખસ ભાડેથી કાર લઈ ગયા બાદ દસ દિવસ સુધી તેનું ભાડું ચૂકવ્યા હતું.બાદમાં ભાડું પણ ચૂકવ્યું ન હતું અને કાર પણ પરત ન આપતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
છેતરપિંડી વિશ્વાસઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના ૧૫૦ ફટ રીંગ રોડ પર માધાપર ચોકડી સુંદરમ સીટી એપાર્ટમેન્ટમાં રહેતા અને રિદ્ધિ સિદ્ધિ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામે કાર સેલ્ફ ડ્રાઇવમાં ભાડે આપવાનો વ્યવસાય કરનાર સાગર જયંતીભાઈ પિત્રોડા ૨૯ દ્રારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ૮૦ ફુટ રોડ પર અક્ષરનગરમાં ઓમ વસતં પુષ્પ એપાર્ટમેન્ટ લેટ નંબર ૧૦૩ માં રહેતા જયદીપ જગદીશભાઈ વાઘેલાનું નામ આપ્યું છે.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગત તારીખ ૧૬૦૭૨૦૨૪ ના તેમને જયદીપ વાઘેલા નો કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે,મારે કાર ભાડે જોઈએ છે જેથી ફરિયાદીએ હત્પંડાઈ કંપનીની ઓરા હાજરમાં હોય તેવું કહ્યું હતું આરોપીને બે દિવસ કાર ભાડે જોઈતી હોય બે દિવસનું ભાડું ૧૭૦૦ લેખે ૩૪૦૦ થશે તેમ કહ્યું હતું. બાદમાં આરોપી પોતે કન્સ્ટ્રકશનનું કામ કરતો હોવાનું જણાવી લાઇસન્સ તથા આધાર કાર્ડની ઝેરોક્ષ આપી ગયો હતો અને તે ઓનલાઇન પેમેન્ટ કરી કાર ભાડે લઈ ગયો હતો.આ સમયે તેણે પોતાનું બાઈક અહીં પાકિગમાં મૂકયું હતું. બે દિવસ પૂરા થયા બાદ જયદીપ એ કહ્યું હતું કે મારે હજુ ત્રણ દિવસ કાર રાખવી છે અને તેનું ભાડું તેણે ઓનલાઈન કરી આપ્યું હતું. ત્યારબાદ તારીખ ૨૦૭ ના ફરીથી જયદીપ એ કહ્યું હતું કે મારે હજુ ૨૬ તારીખ સુધી કાર ભાડે રાખવી છે જેનું ભાડું હત્પં તમને આપું છું તેમ કહી પિયા ૧૦,૦૦૦ ચૂકવી આપ્યા હતા. તારીખ ૨૭ ના કોલ કરતા જયદીપએ કહ્યું હતું કે હજુ એક વિક ગાડી ભાડે રાખીશ જેનું ભાડું હુ તમને શુક્રવાર અથવા શનિવાર સુધીમાં ચૂકવી આપીશ.
ત્યારબાદ તારીખ ૧૮ ના જયદીપને કોલ કરી ફરિયાદીએ કહ્યું હતું કે મારી ગાડી પરત આપો મારે બીજાને ભાડે આપવાની છે જેથી તેણે કહ્યું હતું કે આવતીકાલે કાર પરત આપી દઈશ. આ પછી ફરિયાદીએ તારીખ ૨ ૮ ના તેને કોલ કરતા તેણે કહ્યું હતું કે, હમણાં ગાડી આપી જાઉં છું. બાદમાં તેને ગાડી પરત આપી ન હતી. ત્યારબાદ ફરિયાદી તેને કોલ કરતા તેણે ફોન ઉપાડવાનું બધં કરી દીધું હતું.
આમ ફરિયાદી પાસેથી કાર લઈ ગયા બાદ તેણે પરત આપી ન હતી ફરિયાદીને વિશ્વાસમાં લઈ તારીખ ૨૬૭ સુધીનું ભાડું ચૂકવ્યા બાદ બાકીના દિવસોનું ભાડું પણ ન ચૂકવ્યું અને રૂપિયા પાંચ લાખની કિંમતની કાર પણ પરત આપી ન હોય અંતે આ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે આરોપી સામે છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech