નજીક સર્જાયેલા અકસ્માતમાં બાઇક અજાણ્યા વાહનની પાછળ અથડાયાનું ખુલ્યું
લાલપુરના પીપરટોડા ગામથી જામનગર જતા રોડ પર ચાર દિવસ પહેલા બે બાઇક વચ્ચે ટકકર થઇ હતી જેમાં વૃઘ્ધનું મૃત્યુ થયુ હતું, આ બનાવમાં બાઇકચાલક સામે ફરીયાદ થઇ છે, જયારે જામનગર નજીક વાહન અકસ્માતમાં યુવાનનું મૃત્યુ નિપજયુ હતું જેમાં પણ બાઇક ચાલકે અજાણ્યા વાહનની પાછળ અથડાવી દેતા બનાવ બન્યાનું પોલીસ ચોપડે નોંધાયુ હતું.
મુળ ગોરખડી ગામના હાલ જામનગરના કોમલનગર વામ્બે રોડ પર રહેતા ચિરાગ મનસુખભાઇ ચાવડા (ઉ.વ.૨૯) નામના યુવાને લાલપુર પોલીસ સ્ટેશનમાં સ્પ્લેન્ડર પ્લસ બાઇક નં. જીજે૧૦સીઆર-૨૮૮૦ના ચાલક સામે ફરીયાદ કરી હતી કે ફરીયાદીના પિતા મનસુખ મેપાભાઇ ચાવડા (ઉ.વ.૫૯) ગત તા. ૧૪ના રોજ પોતાનું બાઇક નં. જીજે૧૦સીકયુ-૪૪૩૩ લઇને જામનગરથી ગોરખડી ગામે જતા હતા.
પીપરટોડા પાસે પહોચતા સ્પ્લેન્ડર પ્લસના ચાલકે બેદરકારીથી પુરઝડપે ચલાવીને ફરીયાદીના પિતા મનસુખભાઇના મોટરસાયકલ સાથે અકસ્માત સર્જયો હતો, જેમાં ગંભીર ઇજા થવાથી વૃઘ્ધનું મૃત્યુ થયુ હતું.
બીજા બનાવમાં જામનગર બાયપાસ પાસે તા. ૧૫ના રાત્રીના સુમારે આરોપી તથા ફરીયાદી મોટરસાયકલ નં. એમપી૪૫ઝેડએ-૯૫૨૫ પર જતા હતા દરમ્યાન લલેશ નામનો યુવાન બાઇક ચલાવતો હતો જેમણે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી આગળ જતા કોઇ અજાણ્યા વાહનની પાછળ બાઇક અથડાવી દેતા અકસ્માત થતા પોતાને શરીરે ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયુ હતું અને પાછળ બેઠેલા નાહરસીંગને ફ્રેકચર સહિતની ઇજા પહોચાડી હતી આ બનાવ અંગે હાલ જામનગર બાયપાસ પાસે રહેતા મુળ એમપીના ગડવાડા ગામના નાહરસીંગ જીતરાભાઇ ડામોર (ઉ.વ.૩૨) પંચ-બીમાં મોટરસાયકલ ચાલક લલેશ ગાંડુભાઇ ડામોરની સામે ફરીયાદ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જીલ્લા-તાલુકા કક્ષાએ ૭ મેડીકલ ટીમ સાધનો સાથે તૈયાર રાખવા આદેશ
May 10, 2025 12:48 PMદ્વારકા-ઓખામાં સઘન સુરક્ષાચક્ર
May 10, 2025 12:43 PMબેટ દ્વારકામાં એબવીપી દ્વારા યોજાઈ ગ્રામ્ય જીવનની અનુભૂતિ
May 10, 2025 12:36 PMભારતે IMFમાં પાકિસ્તાનની પોલ ખોલી, પરંતુ સભ્ય દેશોને બેલઆઉટ પેકેજ માટે રોકી ન શક્યું
May 10, 2025 12:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech