કર્મચારીને મારી નાખવાની ધમકી
દ્વારકા નજીક આવેલી ઘડી કંપનીમાં સોડા આવેલા શખ્સને બિલ્ટી સુધારવાનું કહેતા બે શખ્સોએ કંપની કર્મચારીને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાઈ છે.
આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ બિહાર રાજ્યના મધુબની જિલ્લાના મૂળ વતની અને હાલ દ્વારકા તાલુકાના કુરંગા ગામે રહીને આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીમાં ફરજ બજાવતા અર્જુનકુમાર ગુરન પુનીયાનંદ ઝા (ઉ.વ. 46) દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ગત તારીખ 18 જૂનના રોજ કંપનીમાં ફરજ પર રહેલા સત્યપ્રકાશસિંગે તેમને ફરજ દરમિયાન પાર્કિંગ એરિયા નજીક આવેલા એક ટ્રકના ચાલક જગદીશને તેના ટ્રકની બિલ્ટી ચેક કરતા 40 ટનની હતી અને કંપની દ્વારા 35 ટનની બનીને આવી હતી. જેથી ટ્રક ડ્રાઈવરને આ બિલ્ટી સુધારવાનું કહેતા ચાલકે આર્યન માણેક નામના શખ્સને ફોન કર્યો હતો. જેથી આર્યન માણેક અહીં આવ્યો હતો. અને ગાડીમાં સોડા ભરવા બાબતે વાત કરી હતી. પરંતુ કર્મચારીએ આર્યન માણેકને બિલટી સુધારવાનું કહેતા તે બિલ્ટી ફાડીને ત્યાંથી ચાલ્યો ગયો હતો.
ત્યાર બાદ પુનઃ આર્યન માણેક તથા તેના ભાઈએ અહીં આવીને કંપનીની ઓફિસમાં અનધિકૃત રીતે પ્રવેશ કરી, બિભત્સ ગાળાગાળી કરી હતી. આટલું જ નહીં, કંપની કર્મચારીને "તું કંપનીની બહાર નીકળ એટલે તને જાનથી મારી નાખીશ"- તેવી ધમકી પણ ઉચ્ચારી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે અર્જુનકુમાર ઝાની ફરિયાદ પરથી આરોપી આર્યન માણેક તથા તેના ભાઈ સામે આઈ.પી.સી કલમ. 504 506 (2), 447 તથા 114 મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશાપરમાં કારખાનાની ઓફિસમાં જુગારના ફીલ્ડ ઉપર એલસીબીનો દરોડો, કારખાનેદાર સહિત સાત ઝડપાયા
January 23, 2025 11:06 AMજામનગર જિલ્લા ભાજપ દ્વારા કાલાવડ ખાતે સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયુ
January 23, 2025 11:06 AMપદ્મશ્રી આચાર્ય પૂ. ચંદનાજી મહારાજના જન્મોત્સવે દિક્ષા અંગીકાર કરશે માનવી બેન જૈન
January 23, 2025 11:04 AMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણીઓ સંદર્ભે આચારસંહિતા લાગુ
January 23, 2025 10:58 AMઘુનડા: સત મણીમાની અનતં યાત્રાની વાટથી ભકતોમાં ઘેરો શોક
January 23, 2025 10:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech