ભાવનગર જિલ્લામાં આજે સોમવારે વરસાદની આગાહી વચ્ચે બપોર સુધી જિલ્લામાં મેઘરાજાએ વિરામ પાળ્યો હતો.મહત્તમ તાપમાન વધીને ૩૩ ડિગ્રી રહયું હતું.જ્યારે લઘુતમ તાપમાન ૨૬.૨ ડિગ્રી રહયું હતું. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ પાણીની આવક ૮૦૭ ક્યુસેક શરૂ છે.ડેમની સપાટી આજે વધીને બપોરે ૨૮.૧ ફૂટ રહી હતી.
હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં આજે સોમવારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. પરંતુ આજે બપોર સુધી મેઘવિરામ રહયો હતો. ભાવનગર શહેરના લોકો સારા ધોધમાર વરસાદની રાહમાં છે. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ ૮૦૭ ક્યુસેક પાણીની આવક શરૂ છે. આથી ડેમની સપાટી એક ઈંચ વધીને આજે બપોરે ૨૮.૧ ફૂટ રહી હતી. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં પાણીની આવક સારા પ્રમાણમાં થતાં લોકો અને ખેડૂતો ખુશખુશાલ થયા છે.
ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન વધીને ૩૩ ડિગ્રી રહયું હતું.ભેજ વધુ રહેતા અસહય બફારો લોકોને રોજ તોબા પોકરાવી દે છે.દરરોજ વાદળો છવાય છે,સામાન્ય ઝાપટા પડે છે.ભાવનગર શહેરમાં લોકો સારા વરસાદની રાહમાં છે. શહેરનું મહત્તમ તાપમાન વધીને ૩૩ ડિગ્રી રહયું હતુ. લઘુતમ તાપમાન વધીને ૨૬.૨ ડિગ્રી નોંધાયુ હતુ. આજે સોમવારે સવારે ભેજ ૮૫ ટકા રહયો હતો.જ્યારે પવનની ઝડપ આજે સવારે ૧૪ કિ.મી. રહી હતી. ભાદરવા માસના પ્રારંભમાં ગરમીનું જોર વઘ-ઘટ થયા કરે છે. પરંતુ ભેજ વધુ રહેતા બફારો વધ્યો છે.આથી લોકો ભારે ત્રસ્ત થયા છે. સપ્ટેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વઘ -ઘટ થયા કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતેલંગાણા સરકારે અદાણી ગ્રૂપના ડોનેશનનો કર્યો ઈનકાર, CM રેવંતે કહ્યું- નથી પડવા માગતા વિવાદમાં
November 25, 2024 08:11 PMજામા મસ્જિદ સદર ઝફર અલી સહિત 20 થી વધુની અટકાયત, સપા MP વિરુદ્ધ FIR, સંભલમાં એલર્ટ
November 25, 2024 08:09 PMજામનગર: તેલંગાણાનો યુવક સાઇકલ લઈ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે નીકળ્યો..શું છે સંદેશ...?
November 25, 2024 06:00 PMજામનગરમાં ગરીબ લોકોના ઘર રેગ્યુલાઇઝડ કરવાની માંગ સાથે આપ્યું આવેદન
November 25, 2024 05:58 PMIPL ઓક્શનના બીજા દિવસે બોલરો પર થયો પૈસાનો વરસાદ,ભુવનેશ્વર કુમાર 10.75 કરોડમાં વેચાયો
November 25, 2024 05:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech