ચંદ્રાગા પ્રાથમિક શાળા તાલુકો જીલ્લો જામનગર ખાતે દાતા રેણુકાબેન શાહ, હાલ લંડન દ્વારા બાંધી આપવામાં આવેલ બે વર્ગખંડોનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. તેમજ ધ રોટરી ફાઉન્ડેશન અંતર્ગત રોટરી ક્લબ જામનગર દ્વારા જામનગર તાલુકાની 16 જેટલી પ્રાથમિક શાળાઓમાં એક સ્માર્ટ બોર્ડ અને બે કોમ્પ્યુટર સેટ આપવામાં આવેલ તેનો લોકાર્પણ કાર્યક્રમ પણ સાથે યોજવામાં આવ્યો હતો.
આ લોકાર્પણ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિપુલભાઈ મહેતા, રેણુકાબેન શાહ ના પ્રતિનિધિ કારાભાઈ રામભાઈ ખરા તેમજ બારી દરવાજાના દાતા દેવાભાઈ પાલાભાઈ ખરા અને રોટરી ક્લબ જામનગરના પ્રતિનિધિઓ ગૌરાંગભાઈ શુકલા, બ્રિજેશભાઈ ઝવેરી, હિમાલીબેન શાહ , રાજેન્દ્ર કાબરા તેમજ અન્ય પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તેમજ ચંદ્રાગાના ભૂતપૂર્વ સરપંચ રાજદીપસિંહ જેઠવા , જેરામબાપા અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શાળા પરિવાર દ્વારા બંને દાતાશ્રીઓનું સાલ અને મોમેન્ટો આપીને ઋણ સ્વીકાર કરવામાં આવેલ. શાળાના આચાર્ય રાઠોડ નરેન્દ્ર સાહેબ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ હતું.
શાળાના શિક્ષક ટોલીયા મેહુલ દ્વારા શાળાની સિદ્ધિઓની રજૂઆત કરવામાં આવી તેમજ શાળાના શિક્ષક મિત્રો ભંડેરી દિલીપ, પરમાર પ્રવીણ અને ચભાડીયા રાજેશ દ્વારા જેહમત ઉઠાવવામાં આવી હતી, તેમજ શાળા પરિવાર દ્વારા શાળાના ભૂતપૂર્વ શિક્ષકો પટેલ રવિન્દ્રકુમાર અને દડિયા ખુશ્બુબેનને સાલ અને મોમેન્ટો અર્પણ કરી તેમની તેમણે શાળામાં આપેલી સેવાઓની યાદગીરીને યાદ કરેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને રાહત, માનહાનિ કેસમાં કોર્ટે આપ્યા જામીન...આ હતો મામલો
January 10, 2025 10:58 PMBZ પોન્ઝી સ્કીમના રોકાણકારો માટે ખુશીના સમાચાર: આટલા દિવસમાં નાણાં પરત કરવાની પ્રક્રિયા થશે શરૂ
January 10, 2025 10:31 PMરાજકોટ: કાલાવડ રોડ પર બેફામ કાર ચાલકનો આતંક, અનેક વાહનોને લીધા અડફેટે
January 10, 2025 10:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech