થૂંકવાના કારણે ધોરણ 10ના વિદ્યાર્થીએ અન્ય બે વિદ્યાર્થીઓને ગોળી મારી દીધી

  • October 21, 2024 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મેરઠની ફૈઝ-એ-આમ ઇન્ટર કોલેજમાં ક્લાસમાં થૂંકવાને લઈને શરૂ થયેલા વિવાદે લોહિયાળ સંઘર્ષનું સ્વરૂપ લીધું હતું. લોહિયાળ સંઘર્ષ એવો હતો કે વર્ચસ્વ સ્થાપિત કરવા માટે ધોરણ 10માં સાથે ભણતા વિદ્યાર્થીઓ એકબીજાના કટ્ટર દુશ્મન બની ગયા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓના એક જૂથે ચાલતી બસમાં સાથી વિદ્યાર્થીઓ પર ગોળીબાર કર્યો હતો અને આ ગોળી બે વિદ્યાર્થીઓને વાગી હતી. આ ઘટના બાદ બસમાં અફરાતફરી મચી ગઈ હતી.
આ મામલો મેરઠના ફૈઝ-એ-આમ ઇન્ટર કોલેજનો છે, જ્યાં થૂંકવાને કારણે10મા ધોરણના વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આરોપ છે કે ત્રણ દિવસ પહેલા એક વિદ્યાર્થીએ ક્લાસમાં થૂંક્યું હતું, જેનો શાદાબે વિરોધ કર્યો હતો. ઉમર નામના વિદ્યાર્થીનો આ બાબતે શાદાબ સાથે ઝઘડો થયો હતો. બપોરે પરીક્ષા પૂરી થયા બાદ શાદાબ બસમાં તેના મિત્રો કાસિમ અને ખુર્શીદ સાથે સિવલખાસ સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ઉમર તેના સાથીઓ સાથે મેટ્રો પ્લાઝા પાસે પહોંચ્યો હતો.
આરોપ છે કે ઉમર બસમાં ચઢતાની સાથે જ તેણે પિસ્તોલ કાઢી અને શાદાબને મારવાના ઈરાદે ગોળી મારવાનો પ્રયાસ કર્યો પરંતુ કાસિમે પિસ્તોલ પકડી લીધી. જેના કારણે કાસિમના હાથમાં ગોળી વાગી હતી અને તેના મિત્ર ખુર્શીદને પણ જાંઘમાં ગોળી વાગી હતી.
આ ઘટના મેરઠના બ્રહ્મપુરી પોલીસ સ્ટેશન વિસ્તારના મેટ્રો પ્લાઝા પાસેની છે. બસમાં ઘૂસીને બે વિદ્યાર્થીઓને ગોળી મારવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી. પછી બસ ચાલકે બસ રોકી, બસમાં સવાર લોકોને નીચે ઉતાયર્િ અને ભાગી રહેલા વિદ્યાર્થીઓને પકડી લીધા. આ અંગેની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કયર્િ હતા.
પોલીસ ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓને લઈને પોલીસ સ્ટેશન આવી હતી. ફૈઝ-એ-આમ ઇન્ટર કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, જ્યારે બે ઘાયલ વિદ્યાર્થીઓ ખુર્શીદ અને કાસિમ જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઇએમઓ ડો. યશવીર સિંહે જણાવ્યું કે બંને વિદ્યાર્થીઓ ખતરાની બહાર છે, એકને હાથમાં અને બીજાને જાંઘમાં ગોળી વાગી છે. આ સમગ્ર મામલે મેરઠના એસપી સિટી આયુષ વિક્રમ સિંહે જણાવ્યું કે બંને ઘાયલ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બે વિદ્યાર્થીઓની પણ અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. એસપી સિટી આયુષ વિક્રમ સિંહે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ વચ્ચે શું ઝઘડો થયો હતો અને આ ઘટનાને કેમ અંજામ આપવામાં આવ્યો હતો તેની તપાસ માટે બે પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે. હોસ્પિટલમાં ઘાયલ વિદ્યાર્થીઓ ખતરાની બહાર છે, પોલીસ દરેક મુદ્દાની ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News