શહેરમાં માતેલા સાંઢની જેમ દોડતી સીટી બસ રોજ બરોજ અકસ્માત સર્જી લોકોના જીવ જોખમમાં મુકવાની સાથે નિર્દોષ લોકોનો ભોગ લઇ રહી છે. બેફામ બનેલા સીટી બસના ડ્રાઈવરો ઉપર તંત્રનું અંકુશ જ ન હોય તેમ રોજ એક અકસ્માત સર્જે છે. ત્યારે વધુ એક સીટીબસએ સાઈકલ સવાર યુવકનો ભોગ લીધો છે. ગઈકાલે કાલાવડ રોડ પરની કણસાગરા કોલેજ પાસે સાઇકલ લઈને જઈ રહેલા યુવકને સીટી બસના ચાલકે અડફેટે લેતા યુવકનું ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. યુવકના પિતાની ફરિયાદ પરથી પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ ઉપર નંદનવન સોસાયટીમાં શેરી નં-5 માં પરિવાર સાથે રહેતો અને મૂળ રાજસ્થાનનો વતની દુર્ગેશ હેમરાજભાઇ મીણા (ઉ.વ.૧૯)નો યુવક ગઇકાલે સવારે સાઇકલ લઈ જતો હતો ત્યારે કાલાવડ રોડ પર કણસાગરા કોલેજ નજીક પુરપાટ ઝડપે આવેલી સીટી બસના ચાલકે સાઈકલને ઠોકરે લેતા યુવક રોડ પર પટકાયો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને તાકીદે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર દુર્ગેશ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. પોતે કેકેવી ચોક પાસેની ઓફિસમાં નોકરી કરતો હતો. પિતા હેમરાજભાઈ હોટલમાં નોકરી કરે છે. બનાવ અંગે મૃતકના પિતા હેમરાજભાઇ નારાયણભાઇ મીણાની ફરિયાદ પરથી સીટી બસ જીજે૦૩બીઝેડ-૫૯૭૦ના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech