અકસ્માતની સંભાવના ઘટાડવા અન્નપૂર્ણા ચોકડીએ સર્કલ જરૂરી

  • October 20, 2023 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાપા યાર્ડ તેમજ કાલાવડ તરફના ટ્રાફિકનું ભારણ વધારે હોવાથી ટ્રાફિક પોલીસની આવશ્યકતા 



કાલાવડ તરફથી આવતા વાહનો માટે એન્ટ્રી સમાન અન્નપૂર્ણા ચોકડીએ ચાર રસ્તા ભેગા થતા હોવાથી અવારનવાર અકસ્માતો થાય છે અને વર્ષ દરમ્યાન એકાદ-બે વ્યક્તિઓના જીવ જાય છે.



રાજ્ય સરકાર અને જામનગર મહાનગરપાલિકાના દ્રારા હાપા યાર્ડ ફાટક પાસે ઓવરબ્રિજનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે, આ રોડ પર દિવસેને દિવસે ટ્રાફિક વધતો જતો હોય ઓવર બ્રીજ બન્યા બાદ આ ટ્રાફિક નિઃશંકપણે વધવાનો છે ત્યારે આ બધો જ ટ્રાફિક અન્નપૂર્ણા ચોકડીએ ભાર વધવાનો હોવાથી અહીં સર્કલ બનાવવું અત્યંત જરૂરી છે.



સુભાષ બ્રીજથી મહાપ્રભુજીની બેઠક સુધીમાં સૈયદ એદ્રુસ પીર બગદાદી દરગાહ,જાગનાથ મહાદેવ, અન્નપૂર્ણા મંદિર તેમજ મહા પ્રભુજીની બેઠક સહિતના ધાર્મિક સ્થળો આવેલા હોય વાર તહેવારે અસંખ્ય ટ્રાફિકનો ભાર અન્નપૂર્ણા ચોકડીએ રહેતો હોય ત્યારે લોકો અકસ્માતથી સુરક્ષીત રહે તે માટે થઈને ટ્રાફિક પોલીસ અને સર્કલથી જામનગર એન્ટ્રી પર  શોભાયમન લાગશે અને ટ્રાફીક નિયમન પણ સુચારૂ રીતે જળવાશે.



અન્નપૂર્ણા ચોકડીએ હાલમાં હાપા યાર્ડનો ટ્રાફિક ખૂબ જ રહે છે આ ચોકડી પર આડેધડ વાહનોના ટ્રાફિક,દુકાનો પાસેનો આડેધડ ટ્રાફિકને લીધે અહિ ટ્રાફિક નિયમન ટ્રાફિક પોલીસની આવશ્યકતા પણ જરૂરી બની છે ત્યારે જામ્યુકો તંત્ર વિકાસરૂપી સર્કલ બનાવે તેમજ પોલીસ તંત્ર કાયમી ધોરણે અહીં પોલીસ સ્ટાફની નિમણૂંક કરે તેમ લાલવાડીવાસીઓ ઈચ્છી રહ્યાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application