મોબાઈલ લેવાની બાળ સહજ બની મોતનું કારણ

  • September 28, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આપણી રોજીંદી ઘટમાળ માં મોબાઇલ એક મહત્ત્વ નું અગં બની ચુકયો છે.પરંતુ મોબાઇલ ની ઘેલછા કયારેક ઘાતકી પણ બનેછે.ખાસ કરીને બાળકો માટે કયારેક મોત નુ કારણ પણ બને છે. જામકંડોરણા નાં સાતુદડ ગામે ખેતમજુરી કરી પરીવાર નો જીવન નિર્વાહ કરતા પિતા ની લાચારીને નજરઅંદાજ કરી મોબાઇલ લેવાની જીદ માં માત્ર બાર વર્ષ ની બાળકીએ ઘઉં માં નાખવાનાં ઝેરી ટીકડા ખાઈ લેતા તેનુ મોત નિપયું હતું.
પ્રા વિગત મુજબ સાતુદડ રહેતા અને વાડીમાં ભાગીયુ રાખી ખેતીકામ કરતા દિનેશભાઈ રાઠોડ ની બાર વર્ષ ની પુત્રી હેતલે ગત સાંજે વાડીએ તેના ઘરે ઘઉંમાં નાખવા નાં ઝેરી ટીકડા ખાઇ લેતા સારવાર માટે અત્રેની સુખવાલા હોસ્પિટલ માં ખસેડાઇ હતી.યાં સારવાર દરમ્યાન રાત્રે તેનું મોત નિપયું હતુ.
પ્રા વિગતો મુજબ  હેતલે તેના પિતા દિનેશભાઈ પાસે મોબાઇલ લેવા જીદ પકડી હતી.બીજી બાજુ હેતલ નાં ભાઇ ને પણ  મોબાઇલ લેવો હોય ભાઇ બહેન બન્ને જીદે ચડતા ખેતમજુર પિતા પૈસા વગર લાચાર બન્યા હતા.આ જીદ મોત નું કારણ બની હોય તેમ મોબાઇલ ની બાળ સહજ ઘેલછા માં હેતલે આત્મઘાતી પગલુ ભરી લીધુ હતુ.ઘર માં ઘઉં ભરેલી કોઠી માં રાખેલા ટીકડા હેતલે ખાઇ લીધા હતા.અને મોત વહાલુ કર્યુ હતુ.
દિનેશભાઈ ને સંતાન માં ત્રણ દિકરીઓ અને એક દિકરો છે.જેમા હેતલ સૌથી નાની હતી.અને છ ધોરણ સુધી ભણી હતી.બનાવ નાં પગલે પરીવાર શોકમ બન્યો હતો.મોબાઇલ ને કારણે દિકરી ગુમાવ્યાં નો અફસોસ દિનેશભાઈ નાં શેકાતુર ચહેરા પર વ્યકત થઈ રહ્યો હતો. બનાવ અંગે જામકંડોરણા પોલીસે તપાસ હાથ ધરીછે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application