હત્યા નિપજાવનાર આરોપી સગીર વયનો હોવાથી અટકાયત કરી લઈ રાજકોટ બાળ સુધાર ગ્રહમાં મોકલી દેવાયો
જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં રહેતા એક ચારણ યુવાન પર સ્થાનિક બાવરી શખ્સે છરી વડે હુમલો કરી દઇ હત્યા નીપજાવી હતી, જે પ્રકરણમાં અનૈતિક સંબંધો કારણભૂત હોવાનું સામે આવ્યું હતું. જે આરોપીની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તે સગીર વયનો હોવાથી તેને રાજકોટ બાળ સુધાર ગ્રહમાં મોકલી દેવાયો છે.
જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં રહેતા વિજસુર ધાનસુર વીર નામના ૨૧ વર્ષના ચારણ યુવાન પર શનિવારે બપોરે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં હાપા ખારી વિસ્તારમાંજ રહેતા એક બાવરી શખ્સે જૂની અદાવતનું મનદુઃખ રાખીને છરી વડે હુમલો કરી દઈ હત્યા નિપજાવી હતી.
જે પ્રકરણમાં પંચકોશી એ. ડિવિઝનના પીએસઆઇ એ. કે. પટેલ અને તેમની ટીમે બાવરી શખ્સ સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો હતો. પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી, દરમિયાન તેની ઉમર પુખત વયની નહીં હોવાનું અને તે સગીર વયનો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, તેથી પોલીસે તેને રાજકોટ બાળ સુધાર ગ્રહ માં રજૂ કરી ત્યાં મોકલી દેવામાં આવ્યો છે. ઉપરાંત હત્યા મા વપરાયેલી છરી કબજે કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech