અયોધ્યામાં રામ મંદિરના લોકાર્પણ બાદ અહી આવતા શ્રદ્ધાળુઓ નીમ સંખ્યામાં દિવસે ને દિવસે જે રીતે વધારો થયી રહ્યો છે, તે જોતા લાગી રહ્યું છે કે અયોધ્યા નગરીનો માત્ર ધાર્મિક જ નહી, સર્વાંગી પરિપ્રેક્ષ્યમાં વિકાસ થશે.હોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓનું કહેવું છે કે ધાર્મિક પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાને કારણે આગામી પાંચ વર્ષમાં અયોધ્યામાં વિવિધ શ્રેણીની 50 થી 100 હોટેલો ખોલવાની સંભાવના છે. હોટેલ ઉદ્યોગની સંસ્થા હોટેલ એસોસિએશન ઓફ ઈન્ડિયા માને છે કે અયોધ્યાને માત્ર ધાર્મિક પર્યટનના પરિપ્રેક્ષ્યથી જ નહીં પરંતુ તેને ભારતના વેટિકન સિટી બનાવવાની તક તરીકે પણ જોવી જોઈએ.
અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરને 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ સાથે જ ત્યાં આવતા ભક્તોની સંખ્યામાં પણ જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. હોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓનું કહેવું છે કે ધાર્મિક પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાને કારણે આગામી પાંચ વર્ષમાં અયોધ્યામાં વિવિધ શ્રેણીની 50 થી 100 હોટેલો ખોલવાની સંભાવના છે.
અયોધ્યા શહેર ભારતનું વેટિકન તરીકે ઓળખાશે
હોટેલ એસોસિએશન ઓફ ઈન્ડિયાના ઉપાધ્યક્ષ કે બી કચરુએ કહ્યું કે અમારી પાસે અયોધ્યાને ધાર્મિક પર્યટનના દૃષ્ટિકોણથી નહીં પરંતુ તેને ભારતના વેટિકન સિટી જેવી બનાવવાની તક તરીકે જોવાની તક છે. જો લોકો ઇટાલી અથવા રોમ જાય છે, પછી ભલે તેઓ કોઈપણ વર્ગના હોય, તેઓ ચોક્કસપણે વેટિકન જાય છે. કાચરુએ અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અયોધ્યાને આખી દુનિયા સમક્ષ એવી રીતે રજૂ કરવામાં આવી છે કે તેમાં લોકોની રુચિ અનેકગણી વધી ગઈ છે.
આ છે યોજના
તેમણે કહ્યું કે લોકોને લાગે છે કે જો તેઓ ભારત જઈ રહ્યા છે તો તેમણે અયોધ્યા પણ જવું જોઈએ. આ બાબતને ધ્યાનમાં રાખીને તમામ બ્રાન્ડેડ હોટેલ કંપ્નીઓ આ શહેરમાં વૃદ્ધિને લઈને આશાવાદી છે. આ પ્રસંગે ના પ્રમુખ પુનીત ચટવાલે કહ્યું કે હવે અયોધ્યાનો સમય આવી ગયો છે અને તેને કોઈ રોકી શકશે નહીં. તેમણે કહ્યું કે આગામી ત્રણથી પાંચ વર્ષમાં અયોધ્યાની અંદર 50થી 100 હોટેલો બનાવવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMહલ્દીમાં આ 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને મળશે ચમકદાર ત્વચા
December 23, 2024 06:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech