૧૦૫ બાળકોએ રમઝાન મહિના દરમ્યાન રોઝા રાખી અલ્લાહની ઇબાદત કરી
પવિત્ર રમઝાન માસ દરમિયાન મુસ્લિમ સમાજના લોકો રોઝા રાખી ખુદાની બંદગી કરતા હોય છે, છેલ્લા ત્રણ વર્ષથી જામનગર શહેર સિપાહી સમાજ દ્વારા નગરના નાના નાના બચ્ચાઓ અને બચ્ચીઓ જેમણે પોતાના જીવનાનો પ્રથમ રોઝો રાખી ઇબાદત કરી હોય, એવા બચ્ચાઓ અને બચ્ચીઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી આ કાર્યકમ દ્વારા નાના નાના ૧૦ વર્ષની અંદરના ભૂલકાઓને ઈનામો આપી ખુશ કરવામાં આવે છે.
તા.૨૯મી માર્ચ શનિવારની રાત્રે, અઠિયાવિસમા રોઝા ખુલી ગયા બાદ, ચોથા રોઝેદાર બચ્ચાઓના સન્માનનો કાર્યક્રમ એદ્ગશ પીર દરગાહ કમ્પાઉન્ડમાં યોજવામાં આવ્યો હતો,૧૦૫ બચ્ચાઓ અને બચ્ચીઓનું રજિસ્ટ્રેશન થયું હતું, જેમાં સૌથી નાની ઉંમરની અઢી વર્ષની રોઝેદાર દીકરી હતી, જેમાં ૧૧ રોઝેદાર ૪ વર્ષની અંદરના હતા, જેમાં ૨૫ થી ઉપર રોઝેદાર બચ્ચાઓએ આખા મહિનાના રોઝા કર્યા હતાં.
કાર્યક્રમની શઆત મૌલાના મુશ્તાકબાપુ લોહાની દ્વારા તિલાવત એ કુરાન એ પાકથી કરવામાં આવી, કાર્યક્રમના વચ્ચે ખાસ બે મહાનુભાવોના સન્માન કરવામાં આવ્યા, જેઓ હમણાં થોડા સમય પહેલા લોકશાહી ઢબે થયેલ પઠાણ જમાત અને અરબ જમાતની ચુંટણીમા જીત હાંસલ કરી હતી, એવા હાજી મ.ઈકબાલખાન પઠાન અને રોજાભાઈ અરબનું જામનગર શહેર સિપાહી સમાજના હોદેદારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
બધા રોઝેદાર બચ્ચાઓને સન્માનિત કરવામાં માટે સમાજના આગેવાનોએ હાજરી આપી એમના હસ્તે રોઝેદાર બચ્ચાઓ અને બચ્ચીઓને સર્ટિફિકેટ અને ગિફ્ટ આઇટમો આપી સન્માનિત કર્યા હતાં,અલ્તાફભાઈ ખફી (કોર્પોરેટર વોર્ડ નં.૧૨, પૂર્વ વિરોધ પક્ષના નેતા, સંજરી ચેરીટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર), ધવલભાઈ નંદા (વિરોધ પક્ષ ના નેતા), દીગુભા જાડેજા (પ્રમુખ - જામનગર શહેર કોંગ્રેસ), ડો. તૌસીફખાન પઠાણ (પ્રમુખ - યુવક કોંગ્રેસ), સારાહબેન મકવાણા (પૂર્વ કોર્પોરેટર), આનંદભાઈ રાઠોડ (પૂર્વ કોર્પોરેટર), અ.રશીદભાઈ લૂસવાલા (પ્રમુખ - જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડ), હરેન્દ્રસિંહ જાડેજા (પ્રમુખ - ૭૮ વિધાનસભા), હાજી મો.ઈકબાલખાન પઠાણ (પ્રમુખ - પઠાણ જમાત), રોજા ભાઈ અરબ (પ્રમુખ - અરબ જમાત), બશીરભાઈ હલવદીયા (ઉપ પ્રમુખ - વઝીર ચકલા સિપાહી જમાત), જિલ્લાનીભાઈ કાઝી ( આગેવાન ગુજરાતી બારિગર જમાત), અયુબખાન પઠાણ (ઉપ પ્રમુખ - નવાગામ મુસ્લિમ જમાત), અઝિમખાન પઠાન (પ્રમુખ - મદદ ફાઉન્ડેશન - ઉપપ્રમુખ પઠાણ જમાત), મો.હુસેનભાઈ કાઝી (પ્રમુખ - આગાઝ ફાઉન્ડેશન), મહેબૂબભાઈ સફીયા (આગેવાન સફીયા જમાત), મહંમદબાપુ કાદરી (પ્રવક્તા - આગાઝ ફાઉન્ડેશન), નિઝામભાઈ સફિયા (ઉપ પ્રમુખ -આગાઝ ફાઉન્ડેશન), રાશિદભાઈ ચાકી (સામાજિક કાર્યકર), મોહસીનભાઈ ખફી (સામાજિક કાર્યકર વોર્ડ નં.૧૨), ફિરોઝખાન પઠાણ (પક્ષી પ્રેમી), ઝાહિદખાન પઠાણ (જામનગર પોલીસ), શાહબુદ્દીનભાઈ શેખ (વકીલ), હાજી અલ્તાફભાઈ શેખ (રીટાયર્ડ બેંક મેનેજર), હનીફભાઈ શેખ (સદ્દામ રેસ્ટોરન્ટ), હાજી અઝીઝભાઈ ભટ્ટી, અકબરભાઈ બક્ષી, રફીકભાઈ મલેક, વસીમભાઈ સોરઠીયા, શાહખખાન પઠાણ, મોહસીનખાન પઠાણ અને અન્ય મહાનુભાવો એ હાજરી આપી કાર્યક્રમ ને દીપાવ્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા માટે જામનગર શહેર સિપાહી સમાજના પ્રમુખ - હુસેનખાન પઠાન, ઉપ પ્રમુખ - ઝાકીરભાઈ કોરજા, ઉપ પ્રમુખ - સલીમભાઈ શેખ, સેક્રેટરી - ઈનાયતખાન લોહાની, યુવા પ્રમુખ - મો. રફીકભાઈ મલેક, ખજનાચી - હુસેનભાઈ શેખ, જો.સેક્રેટરી - મોહસીનખાન પઠાણ, જો.સેક્રેટરી - અબરારભાઈ ઘોરી, કા.સભ ફારુકભાઈ મલેક, કા.સભ્ય હાજી હારુનભાઈ ભટ્ટી, કા.સભ્ય - હુસેનભાઈ શેખ (ધૂળધોયા), યાસીનભાઈ શેખ, મુશ્તાકભાઈ ગોરી, ઝાકીરભાઈ શેખ, શેરોઝખાન પઠાન, અલીમખાન પઠાન, સાદિકભાઈ મલેકે જહેમત ઉઠાવી હતી, કાર્યક્રમનું સંચાલન મુન્નાખાન પઠાણે કર્યું હતું, કાર્યક્રમના અંતમા ઝાકીરભાઈ કોરેજા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.