પોરબંદરના દરિયાઇપટ્ટી પરના દિવાસા ગામે દાડમદેવ મંદિરે ઉજવણી ઉત્સવ ઉજવાયો હતો.
પ્રતિવર્ષની જેમ ખારા ઝાંપા શીલ શ્રી દાડમદેવ સેવા સમિતિ દ્વારા તાજેતરમાં દિવાસાના દાડમ દેવ મંદિર આતે ભરડા પરિવાર દ્વારા ઉજવણી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. શીલગામના ખારા ઝાંપા દાડમ દેવ મંદિર સેવા સીમતિના પ્રમુખ જયેશભાઇ ભરડાના માર્ગદર્શન હેઠળ અને ભુવા આતા વેજાભાઇ જીણાભાઇ ભરડા અને પોરબંદરના સમાજરત્ન ડો. ઇશ્ર્વરભાઇ ભરડાની નિશ્રામાં યોજાયેલા આ ઉજવણી ઉત્સવમાં સમાજશ્રેષ્ઠી નારણભાઇ કરશન, ચનાભાઇ સામત, ડાયાભાઇ ઉકા, દેવાભાઇ પાંચા, નાનુ ભાઇ ઉકા, જીતુભાઇ જીણા, વિરમભાઇ બાબુ, હમીરભાઇ બામણીયા, ભીમાભાઇ પોલા, અરજનભાઇ માલમ, ગોવિંદભાઇ રામા ડાયા, ભાઇસીદી કારાભાઇ ભીમા, જયેશભાઇ પોલા, કલ્પેશભાઇ મોહન, હરેશભાઇ કરશન, હિરેનભાઇ ભરડા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઋષિકુમાર વિનયભાઇ પુરોહિતના વૈદિકમંત્રોચ્ચાર દ્વારા યજ્ઞોત્સવ સમૂહ મહાપ્રસાદ, શ્રમ સફાઇ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શ્રી દાડમ દેવ મંદિરે ધ્વજારોહણ થયા બાદ ધર્મસભામાં દિવાસા શ્રી દાડમદેવ મંદિરના પૂજારીઓ દિલીપભાઇ ગોસ્વામી અને રાહુલભાઇ ગોસ્વામીએ આ મંદિરનો સ્ક્ધદપુરાણના અભ્યાસ ક્ષેત્રમાં ઉલ્લેખ થયા પ્રમાણે મંદિરનો પુરાતત્વીય, પૌરાણિક અને ઐતિહાસિક પરિચયમાં મંદિર પરિસરમાં ત્રણ શિવલિંગ આવેલા છે.
જેની પૂજા શ્રીકૃષ્ણએ કરી હતી. આ દાડમદેવ મંદિરમાં ભરડા પરિવાર ખોજા, સહિત વિવિધ જ્ઞાતિઓમાં આસ્થાના પ્રતીક તરીકે પૂજાય છે. આ ઉત્સવ અવસરે પોરબંદર ખાતેથી વિશેષ ઉપસ્થિત રહેલા ડો. ઇશ્ર્વરભાઇ ભરડાએ જણાવ્યુ હતુ કે શ્રીમદ્ ભગવદ્ ગીતા એ અમૃત ગ્રંથ છે જેમ આપણે ગાયનું દૂધ પીએ છીએ તેમ ગીતાનુ અમૃત પીવાનું છે. જ્યારે આજના યુવાનો ગુટકા, બીડી, સિગારેટ, દા જેવા માદક દ્રવ્યોનું સેવન કરીએ છીએ ત્યારે માદક દ્રવ્યનું સેવન કરવાના બદલે શ્રીમદ્ ભગવદ્ ગીતા સેવન કરવાની શીખ આપી હતી. આ તકે યુવાનોએ દિવાસાના દાડમદેવ મંદિરના પરિસરમાં સફાઇ અભિયાન હાથ ધરીને યુવાનોએ પાન, ફાકી, માવા, ગુટકા જેવા માદક દ્રવ્યોનું સેવન ન કરવા મંદિરમાં સંકલ્પ જાહેર કર્યો હતો. શીલ ગામથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલ આ મંદિર સુધી બહેનો અને માતાઓ જમીન પર જુવાર ધાન્યના સુકા સાંઠા હાથમાં રાખી ત્રણ કિલોમીટર સુતા સુતા (પ્રાદેશિક ભાષામાં ભો ભરવુ) આ મંદિર ખાતે આવે છે. ઉલ્લેખનીય છે કે, સ્ક્ધદપુરાણમાં પ્રભાસક્ષેત્ર પર્વના ઉલ્લેખ પ્રમાણે દેવભૂમિ દ્વારિકાથી ભગવાન શ્રીકૃષ્ણનું સોમનાથ પ્રભાસ ક્ષેત્રમાં આગમન થયુ ત્યારે માધવપુર, ઐતિહાસિક નગરી તરીકે ઓળખાતા આ પ્રાચીન શ્રી દાડમદેવ મંદિર પરિસરમાં આવેલ ત્રણ શિવલીંગની પૂજા કરી હતી. બાદ દિવાસા થઇ પ્રભાસક્ષેત્રે ભાલકા(વેરાવળ) થઇને પ્રભાસપાટણ ખાતેના ત્રિવેણી સંગમ (હિરણ, કપીલા અને સરસ્વતી નદીઓ) ખાતેથી નિજધામ પ્રયાણ કરેલ હતું. પ્રાચીન ઐતિહાસિક નગર તરીકે ઓળખાતા દિવાસા ગામે શ્રી દાડમ દેવ મંદિર તથા ત્રણ શિવલિંગનો સંશોધનાત્મક અભ્યાસ કરવા ગુજરાતની વિવિધ યુનિવર્સીટીના ઇતિહાસના વિદ્યાર્થીઓ અવારનવાર મુલાકાત લે છે. તેમ ડો. એ.આર. ભરડાએ જણાવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech