અમરેલીની કલરવ હોસ્પિટલના ડો.મીથીલ ફળદુ સામે વ્યાજખોરીનો ગુનો નોંધાયો

  • March 21, 2025 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમરેલીના કેરીયા રોડ પર કલરવ હોસ્પિટલ ચલાવતા ડોકટર મીથીલ રમેશભાઈ ફળદુએ ઝર ગામના ખેડૂતને સામેથી પિયા ૫૪ લાખ ની રકમ ૨% ના વ્યાજે આપી જમીન પોતાના નામે કરાવી લીધી હતી અને બાદમાં ખેડૂતે રકમની વ્યવસ્થા હતા જમીન પરત માગતા નહીં આપી છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે ધારી તાલુકાના ઝર ગામના જયસુખભાઈ ઉર્ફે બાલચંદભાઈ ઝીણાભાઈ સોલંકી એ અમરેલીના કેરીયા રોડ ઉપર કલરવ હોસ્પિટલ ચલાવતા ડોકટર ફળદુ સામે આ ફોજદારી ફરિયાદ નોંધાવી છે જેમાં જયસુખભાઈએ જણાવ્યું છે કે તેઓ શાકભાજી અને કેરીના બગીચાનો વ્યવસાય કરે છે ૨૦૧૯ માં ડોકટર મીથીલ ફળદુ આંબાના બગીચા આવ્યા હતા ત્યારે પરિચય થયો હતો મિત્રતા બંધાઈ હતી વર્ષ ૨૦૨૦માં જયસુખભાઈ આર્થિક સંકળામણમાં હતા તે વખતે તેને હોસ્પિટલ બોલાવી ત્રણ પ્રકારના વ્યાજે પિયા પંદર લાખ આપ્યા હતા અને થોડા દિવસ બાદ વધુ પૈસા લઈ જવાનું કહ્યું હતું ત્યારબાદ પિયા ૨૦ લાખ અને બાદમાં ૧૫ લાખ મળી કુલ પિયા ૫૦ લાખ આપ્યા હતા અને તે સમયે તમામ રકમનું વ્યાજ ૨% ગણવાનું નક્કી થયું. જયસુખભાઇ દ્રારા રકમ આંબાના બગીચાના માલિકને ચૂકવે આપેલ હતી. અને ત્યારબાદ એકાદ માસમાં ડોકટર દ્રારા આ નાણાં પરત માગી લીધેલા હતા પરંતુ જયસુખભાઈ પાસે નાણાની સગવડ ન હોય તેમણે જમીન પોતાના પિતાના નામે કરી દેવા કહ્યું હતું. તા.૧૩–૧૦–૨૦૨૦ના રોજ જયસુખભાઈના પિતાની આશરે ૯ વીઘા જમીન ડોકટર મીથીલના પિતા રમેશભાઈ ફળદુના નામે કરાવી લીધી હતી અને ત્યારબાદ કુવામાં ભાગીદાર થવા આઠ ગુઠા જમીનનો દસ્તાવેજ કરી વધુ ચાર લાખ પિયા આપ્યા હતા. નાણાની સગવડ થઈએ જમીન ફરી તેમના નામે કરી દેવાનો વાયદો હતો. એકાદ વર્ષ પહેલાં વ્યાજ એ લીધેલા નાણાની સગવડ થઈ જતા તેમણે ડોકટર મીથીલનો સંપર્ક કરતા જમીન પર પિતાના નામે કરવા કહ્યું હતું તો તે વખતે ડોકટર દ્રારા ૫૧ લાખ નહીં પરંતુ ૧.૨૦ કરોડ વ્યાજ સહિત આપવા પડશે તેમ કહ્યું. એકાદ વર્ષ પહેલાં નાણાની સગવડ થઈ જતા ડોકટર મીથિલને ફોન દ્રારા જણાવતા જમીન પરત આપવા માટે આપેલી રકમ ફરી વખત વ્યાજ સાથે ભરત આપવા જણાવેલ હતું. નાણાની ધીરધારનું લાઇસન્સ ન હોવા છતાં તેને વાર્ષિક ૨૪ ટકાના વ્યાજે નાણા આપી જમીન લખાવી લઈ છેતરપિંડી આચરવા સબબ આખરે આ જમીનના મૂળ માલિકે સીટી પોલીસ સ્ટેશન અમરેલીમાં ફરિયાદ નોંધાવી હતી. અત્રે એ ઉલ્લ ેખનીય છે કે અમરેલીમાં છેલ્લ ા ઘણા સમયથી વ્યાજ વટાવનો ધીકતો ધંધો શ છે અને આવા સકસો જરિયાતમદં લોકોને મજબૂરીનો લાભ ઉઠાવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News