સિહોરમાં પતિ પત્ની વચ્ચે ઘર કંકાસના કારણે વેવાઈ વેવાઈ સામસામે ઝઘડો કરી મારામારી નો બનાવ બનતા પતિ પત્ની ની સિહોર પોલીસ સ્ટેશનમાં ક્રોસ ફરિયાદ નોંધાઈ હતી.
સિહોરના મેરૂપાકે વિસ્તારમાં પિયર અને ભાવનગર ખાતે સાસરૂ ધરાવતા સોનીયાબેન ઈલીયાસભાઈ ચુડેસરાએ તેમના સાસરીયા પતિ ઈલીયાસભાઈ જમાલભાઈ ચુડેસરા, સસરા જમાલભાઈ, સાસુ હાજુબેન, આરીક્ભાઈ જમાલભાઈ, અસાબેન આરીક્ભાઈ, ફરીદાબેન, હનીફાબેન, રઝીયાબેન વિરૂધ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓનાં પતિ, સાસુ સસરા,જેઠ જેઠાણી, ત્રણેય નણંદો લગ્ન થયેલ ત્યારથી તુ તારા બાપના ઘરેથી કરીયાવરમાં કાંઈ લાવી નથી, અને તારા બાપને કે આપણને મકાન લઇ દે તેમ કહી મેણા ટોણા ચારીર્ત્ય અંગે અવાર નવાર શંકા કરી શારિરીક માનસિક ત્રાસ આપીતેઓનાં મમ્મી સાથે ફોનમાં વાત કરતા કરતા રડાઈ જતા તેઓના પતિએ ઢીકા પાટુનો માર મારી તેમજ મને ઘરેથી કાઢી મુકવાના ઇરાદે સિહોર પિતાના ઘરે લાવી પતિ જેઠ જેઠાણી સાસુ ન ણંદો વારાફરતી આવી તેઓના માતા પિતા ઘરના સભ્યોને જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો બોલી તેઓના બન્ને ભાઈઓને ઢિકા પાટુનો મુંઢ માર મારેલ હતો.
જયારે સામે પક્ષે ઈલિયાસભાઈ જમાલભાઈ ચુડેસરાએ તેઓનાં સાસરિયા ફેઝલ સલીમભાઈ, શૌયેબભાઈ, અશપાકભાઈ બાબુભાઈ, સલીમભાઈ, શબનમ ઉર્ફે નાની સલીમભાઈ, નસીમબેન, સુમૈયાબેન શોએબભાઈ, અસલમભાઈ બાબુભાઈ નાં પત્ની, સોનીયાબેન ઈલીયાસભાઈ વિરૂધ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓનાં લગ્ન નવ વર્ષ પહેલાં સિહોર ખાતે રહેતા સલીમભાઈ હમીરભાઈ ચુડેસરાની દિકરી સોનીયા સાથે થયાં હતાં અને તેઓનાં પત્ની ત્રણ મહિના પહેલા સિહોર તેમના પિતા ને ઘરે રિસામણે ગયાં હતાં અને ત્યારબાદ સમાધાન થયું હતું ત્રણ દિવસ પહેલા તેઓને તેઓની પત્ની સાથે ઘર કંકાસ થયો હતો અને આ બાબતની જાણ તેઓએ તેઓનાં સાળાઓને ફોન કરી જણાવ્યું હતું ત્યારબાદ તેઓ પતિ પત્ની અને તેઓના ઘરના સભ્યો સિહોર આવતા સાસુ સસરા અને સાળાઓ, સાળીઓ અને તેમની પત્ની, અન્ય સભ્યોએ ઉશ્કેરાઈ જઈ ઉગ્ર ઝઘડો કરી જાહેરમાં બિભત્સ ગાળો આપી ઝપાઝપી કરી તેઓના ભાભીને થપાટ મારી હતી. સિહોર પોલીસ દ્વારા બંને પક્ષની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુભાષનગરના અત્યંત જર્જરિત શૌચાલયના સમારકામનું ચોઘડીયું કયારે આવશે?
May 21, 2025 06:12 PMપોરબંદરમાં ટ્રાફિકને અડચણરૂ પ કેરીનું વેચાણ કરતા દસ ધંધાર્થીઓને થયો દસ હજારનો દંડ
May 21, 2025 06:06 PMકુછડી નજીક કાર ચલાવી રહેલા ૧૭ વર્ષ ૧૦ માસના કિશોરનું અકસ્માતે નિપજ્યુ મોત
May 21, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech