જામનગરમાં ધો. ૧૦ ની પૂરક પરીક્ષામાં ગેરરીતિનો એક કેસ

  • July 12, 2023 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્ય માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧રની પુરક પરીક્ષાનો સોમવારથી પ્રારંભ થયો છે. જેમાં જામનગરમાં ગેરરીતિનો એક કેસ નોંધાયો હતો.
ધો. ૧૦માં હરીયા સ્કૂલમાં પરીક્ષા આપતો એક વિદ્યાર્થી કાપલી સાથે પકડાયો હતો. તેની સામે ગેરરીતિનો કેસ નોંધવામાં આવ્યો હતો. સવારે ધો. ૧૦ માં ગણિતનું પેપર લેવાયું હતું જેમાં ૧૭૦ હાજર અને ૧૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં. જ્યારે ધો. ૧ર (વિજ્ઞાન પ્રવાહ) માં ૧૪૪ હાજર અને ૪ર વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં અને રસાયણ વિજ્ઞાનનું પેપર લેવાયું હતું.તથા બપોરે ધો.૧૦ માં અંગ્રેજીનું પેપર લેવામાં આવ્યું હતું.જેમાં ૧૩૬ હાજર અને ૧૩ વિદ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application