મોટીખાવડી સ્થિત ખાનગી કંપનીના કર્મચારીનો કંપની સાથેનો છેતરપિંડીનો કિસ્સો

  • May 05, 2023 11:24 AM 

ક્રેઇનનો કોન્ટ્રાક્ટ આપવા માટે એક ખાનગી પેઢી પાસેથી આઠ લાખ રૂપિયાનો ફાયદો મેળવી કંપનીને નુકસાની પહોંચાડ્યાની ફરિયાદ

જામનગર નજીક મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીના એક કર્મચારીએ કંપનીમાં ક્રેઇન નો કોન્ટ્રાક્ટ આપવાના બહાને ખાનગી પેઢી પાસેથી રૂપિયા આઠ લાખનો ફાયદો મેળવી લઈ કંપનીને નુકશાની પહોંચાડવા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીના એરિયામાં રહેતા અને કંપનીમાં નોકરી કરતા ગૌરવ કુમારસિંગ કે જેણે પોતાના હોદ્દા નો દુરુપયોગ કર્યો હતો, અને એક ખાનગી કંપનીના ક્રેઇનના વેન્ડર મેસર્સ પ્યારસિંઘ એન્ડ સન્સ ને કોઈ પણ પ્રકારે કોન્ટ્રાક્ટ અપાવવામાં મદદરૂપ થયો હતો, અને બદ ઈરાદા થી ખાનગી પેઢી પાસેથી ૮,૦૦,૦૦૦ નો ફાયદો મેળવી લીધો હતો, અને કંપનીને નુકસાની પહોંચાડી હતી.

જે અંગેનો ભાંડો ફૂટી જતા ગઈ રાત્રે કંપનીના અધિકારી સંદીપ મુકુંદરાય દેસાઈએ મેઘપર પોલીસ મથકમાં કંપનીના જ કર્મચારી ગૌરવકુમારસિંઘ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ  ૪૦૬ અને ૪૦૮ મુજબ ગુનો નોંધ્યો છે, અને તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application