રાજકોટ મહાપાલિકામાં આજે રજૂ થયેલા ડ્રાટ બજેટમાં ગત બજેટમાં દર્શાવ્યા હોય તેવા ત્રણ બ્રિજ પ્રોજેકટ કેરી ફોરવર્ડ કરવામાં આવ્યા હતા મતલબ કે જૂની યોજનાઓને ફરી આ વર્ષના બજેટમાં પણ નવી અને અગત્યની યોજના અંગે દર્શાવવામાં આવી હતી. કટારિયા ચોકડીએ કેબલ સ્ટેજ આઈકોનિક બ્રિજ બનાવવા માટે બજેટમાં રૂા.૧૩૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પીડીએમ ફાટકે ઝેડ આકારનો અંડર બ્રિજ બનશે તે માટે પણ નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે તેમજ જામનગર રોડ ઉપર સાંઢિયા પૂલના સ્થાને નવો ફોર લેન ઓવર બ્રિજ બનાવવા માટે રૂા.૬૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. યારે ગોંડલ રોડ પર પીડીએમ ફાટક વિસ્તારની ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે અહીં ફાટક ઉપર અંડર બ્રિજ બનાવવામાં આવશે આ માટે બજેટમાં નાણાકીય જોગવાઈ કરી દેવામાં આવી છે.
બજેટ રજૂ કર્યા બાદની પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા મ્યુનિ. કમિશનર આનદં પટેલએ જણાવ્યું હતું કે, કટારિયા ચોકડી ખાતે આઈકોનિક બ્રિજ બનશે. તેમણે ઉમેયુ હતું કે પૂર્વથી પિમ દિશા તરફ બ્રિજ બનાવાશે (હાલમાં તાલુકા પોલીસ સ્ટેશનથી કોસ્મોપ્લેકસ તરફની દિશામાં) પુલ બનશે. અહીં કેબલ સ્ટેજ બ્રિજ બનાવવાની વિચારણા હોવાનું તેમણે ઉમેયુ હતું બજેટમાં આ માટે રૂા.૧૩૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય વિવિધ પ્રોજેકટ માટે પણ માતબર રકમ ફાળવવામાં આવી છે જેમાં જામનગર રોડ પર સાંઢિયા પૂલના સ્થાને નવો બ્રિજ બનાવવા રૂા.૬૩ કરોડ, કટારિયા ચોકડીએ બ્રિજ માટે રૂા.૧૩૫ કરોડ, આજી રિવરફ્રન્ટ માટે રૂા.૧૮૭ કરોડ, લાલપરી તળાવ ડેવલોપમેન્ટ માટે રૂા.૧૨૦ કરોડ, રૈયાના સ્માર્ટ સિટી એરિયાના ત્રણ પુલ ડેવલોપ કરવા રૂા.૧૩ કરોડની ફાળવણી કરવામાં આવી હોવાનું અધિકારીઓએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
આજી રિવરફ્રન્ટ માટે રૂા.૧૮૭ કરોડ, લાલપરી તળાવ ડેવલોપમેન્ટ માટે રૂા.૧૨૦ કરોડ, રૈયાના સ્માર્ટ સિટી એરિયાના ત્રણ પુલ ડેવલોપ કરવા રૂા.૧૩ કરોડની ફાળવણ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech