રાજકોટમાં નિલ સીટી ક્લબ પાસે રહેતા વેપારીને સુરતમાં રહેતા પિતા-પુત્ર સહિત ચાર શખ્સોએ તેમને યુએસડીટી ( યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરી ) માં રોકાણ પર સારા વળતરની લાલચ આપી જે દિવસે રોકાણ કરશો તે દિવસે સાંજે જ પ્રોફિટ મળી જશે તેવો વિશ્વાસ આપી ૫૫ લાખનું રોકાણ કરાવ્યું હતું. બાદમાં આ શખસોએ યેનકેન પ્રકારે બહાના વાપી વેપારીને તેમના પૈસા પરત આપ્યા ન હતાં.બાદમાં ફોન બંધ કરી નાસી ગયા હોય વેપારીએ આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે વિશ્ર્વાસઘાત અંગેની ફરિયાદ નોંધાવી છે.
જાણવા મળતી વિગતો મુજબ નીલ સીટી ક્લબ પાસે એડલ્ફી એંકલાઉ ફ્લેટ નંબર ડી ૩૦૨ માં રહેતા દેવેન દિલીપભાઈ મહેતા(ઉ.વ ૩૯) નામના વેપારીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુરતના વરાછામાં રહેતા રાજુ મોહનભાઈ ભંડેરી તેનો પુત્ર સિર્દ્ધા રાજુભાઈ ભંડેરી તેમજ સુરતના અમરોલીમાં રહેતા અંકિત મુકેશભાઈ અજુડીયા અને કામરેજ વિસ્તારમાં રહેતા જતીન દેવેન્દ્રભાઈ કોઠારીના નામ આપ્યા છે. દેવેનભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ગાડી લે વેચ તા જમીન લે વેચ નો વેપાર કરે છે. આજી એકાદ વર્ષ પૂર્વે તે તા તેમના મિત્ર ભાવિનભાઈ સાંગાણી બંને સુરત કામ માટે ગયા હતા ત્યારે અહીં અન્ય મિત્ર રાજુ ભંડેરીએ તેમના ઘર પાસે મળવા માટે બોલાવ્યા હતા બાદમાં ફરિયાદી તા તેમના મિત્ર અહીં તેમને મળવા જતાં તેણે પોતાના પુત્ર સિર્દ્ધા સો મુલાકાત કરાવી હતી તેણે કહ્યું હતું કે, હું તા મારો મિત્ર અંકિત અજુડીયા બંને ભાગીદારીમાં યુએસડીટી કરન્સીનું કામકાજ કરીએ છીએ અને તેમાં રોકાણ કરવાી સારું એવું વળતર મળે છે તેમ કહી વેપારીને પૈસા રોકવા માટે કહ્યું હતું. વેપારીએ કહ્યું હતું કે હાલ મારી પાસે રૂપિયા ની પરંતુ હું મારા મિત્રો પાસેી રૂપિયા લઇ રોકાણ કરીશ. બાદમાં તે તા તેમના મિત્ર ભાવિનભાઈ બંને રાજકોટ આવી ગયા હતા.
રાજકોટ આવ્યાના ત્રણેક દિવસ બાદ ફરી રાજુ ભંડેરીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, યુએસટીટી કરન્સીમાં ઇન્વેસ્ટ કરો બાદમાં ફરિયાદીએ પોતાની પાસે રહેલા રૂપિયાનું રોકાણ કરવા માટે સિર્દ્ધા ભંડેરીના જણાવ્યા મુજબ ભવદીપ નાાણીના નામે રૂપિયા ૧૦ લાખનું આંગળીયુ મિત્ર ભાવિનભાઈ સાંગાણીની આંગડિયા પેઢી સદગુરુ ર્તીધામ એપાર્ટમેન્ટમાં એસ.એમ એન્ટરપ્રાઇઝમાંી કર્યું હતું જે રૂપિયાના અડધા ટકાનું વળતર ત્રણેક કલાક પછી મળી ગયું હતું. ત્યારબાદ આ રીતે દસેક વખત ફરિયાદીએ વહીવટ કર્યો હતો અને તેમને તેમના વળતરના રૂપિયા ત્રણ ચાર કલાકમાં મળી ગયા હતા.
તારીખ ૨૭/૧૨/૨૦૨૩ ના રાજુ ભંડેરીનો વોટસએપ કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે, હું હાલ દુબઈ છું હવે તમે પૈસાની ચિંતા ન કરો તમે મોટું પેમેન્ટ કરો જેી મારો ખર્ચો અહીંી નીકળે અને તમારો પાસપોર્ટ મને મોકલાવો આપણે અહીં દુબઈી ધંધો કરીશું. પરંતુ વેપારીએ કહ્યું હતું કે હાલ મારે દુબઈ ની જવું ડિસેમ્બર પછી વિચારીશ. ત્યારબાદ રાજુ ભંડેરી અવારનવાર રોકાણનું કહેતા તારીખ ૨૮/૧૨/૨૦૨૩ ના ફરિયાદીએ મિત્ર ભાવિન પાસેી રૂપિયા ૫૦ લાખ તા પાંચ લાખ બચત કરવા માટે રાખ્યા હોય તે ૫૫ લાખ સિર્ધ્ધા સો વાતચીત કરી જતીન દેવેન્દ્રભાઈ કોઠારી ને આંગડિયા મારફત મોકલ્યા હતા.
જોકે આ વખતે સાંજ સુધીમાં રકમ ન આવતા રાજુને ફોન કરતા તેનો ફોન બંધ હતો બાદમાં વોટસએપ કોલ કરતા તેણે કહ્યું હતું કે હું હાલ દુબઈ છું માટે ફોન નહીં લાગે તમારા રૂપિયા સેફ છે. બાદ તારીખ ૩૦/૧૨ ના ફરિયાદી રાજુને મળવા માટે સુરત જતા તે મળ્યો નહોતો પરંતુ તેનો પુત્ર સિર્દ્ધા મળતા સિર્દ્ધાની સો તેનો મિત્ર જતીન કોઠારી આવ્યો હતો. પૈસા માટે વેપારી અહીં ૧૫ દિવસ રોકાઇ રાજકોટ આવી ગયા હતા. બાદમાં તારીખ ૬/૧/૨૦૨૪ ના કરી તેઓ સુરત ખાતે ગયા હતા અહીં રાજુ ની મુલાકાત તા તેણે કહ્યું હતું કે મારા દીકરા સિદ્ધાંતનો પાર્ટનર અંકિત અજૂડીયાએ ખોટું કર્યું છે માટે પૈસા ફસાઈ ગયા છે પરંતુ હું તમારા રૂપિયા એકાદ મહિનામાં આપી દઈશ આ સમયે પણ ફરિયાદી અહીં વિશે એક દિવસ સુધી રોકાયા હતા પરંતુ તેમને પૈસા મળ્યા ન હતા.બદમાં આ તમામ શખસો નાસી ગયા હતાં.
આમ આરોપીઓએ ફરિયાદી તા તેમના મિત્ર ભાવિનભાઈ સાંગાણીને યુએસટીટીમાં રોકાણ કરો તો સારું વળતર મળશે અને સાંજે જ તમને રોકડમાં મળી જશે તેમ જણાવી સદગુરુ કોમ્પલેક્ષમાં આવેલી એચ.એમ. આંગડિયા પેઢી મારફત ફરિયાદીએ રૂપિયા ૫૫ લાખ મોકલ્યા હોય જે પરત આપવાના બદલે અલગ-અલગ બહાનાઓ કરી તમામ આરોપીઓ નાસી ગયા હોય જેી તેમણે આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ ૪૦૬,૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech