રાજય પોલીસવડા વિકાસ સહાય દ્વારા રાજયમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા અપાયેલી સૂચનાના પગલે રાજકોટ પોલીસ કમિશરન બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાની માર્ગદર્શન હેઠળ ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવા અને એસીપી રાધિકા ભારાઇની રાહબરીમાં પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વી.આર.વસાવા તથા ટીમે સલીમ કાસમભાઈ માણેક (ઉ.વ.૩૮ રહે, પોપટપરા શેરી નં. ૧૫/૧૬ રાજકોટ શહેર) વિરૂધ્ધમા રાજકોટ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમા કૂલ ૧૦ જેટલા અલગ-અલગ પ્રકારના ગુન્હાઓ જેમા આર્મસ એક્ટ, પ્રોહિબીશન તથા મારામારીના ગુન્હા હોઇ તેમજ આ શખ્સ ગેરકાયદેસર દબાણ ધરાવતો હોઇ જે બાબતે રાજકોટ મહાનગર પાલીકા તથા નાયબ ઈજનર પીજીવીસીએલના અધીકારી તથા કર્મચારીને સાથે રાખી ગેરકાયદેસર દબાણ દૂર કરાયેલ છે. જેમા ૧-ઓફિસ, ૨-ઓરડીઓ તથા ૧-તબેલો તોડી પાડવામાં આવ્યો હતો. તેમજ ગેરકાયદેસર વીજ કનેક્શન મળી આવતા તે પણ દુર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech