ગોંડલ ડિવિઝન પોલીસ દ્વારા અલગ અલગ ગુન્હામાં જપ્ત કરાયેલ દારૂના જથ્થાનો ગોંડલ શહેરના વોરા કોટડા રોડ પર આવેલ ખુલ્લ ી જગ્યામાં નાશ કરવામાં આવ્યો હતો જે જોઈને પ્યાસીઓના જીવ તાળવે ચોટ્યા હતા. ગોંડલ ડિવિઝન પોલીસ દ્વારા શહેર અને તાલુકાના ગ્રામ્યના અલગ અલગ વિસ્તારોમા 67 ગુન્હામાં કુલ 19365 વિદેશી દારૂની બોટલો કુલ કી. 61.70 લાખનો મુદામાલનો નાશ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના વિવિધ ગામોમાં 38 ગુન્હામાં બોટલ 15200 કીમત આશરે 48 લાખ 16 હજાર 592નો મુદામાલનો નાશ કરવામાં આવ્યો છે જ્યારે સુલતાનપુર પોલીસ સ્ટેશનના 4 ગુન્હામાં 124 બોટલનો 16350નો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગોંડલ સીટી એ અને બી ડિવિઝન અને તાલુકા પોલીસ તેમજ સુલતાનપુર પોલીસ દ્વારા 9 મહિના દરમ્યાન શહેર અને તાલુકાના અલગ અલગ 67 જગ્યા એ રેડ પાડી હતી. જેમાં ગોંડલ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ વિસ્તારોમાં 14 ગુન્હામાં 3391 બોટલ મળી કુલ કિંમત 11 લાખ 25 હજાર 110 મુદામાલનો નાશ કરાયો હતો જ્યારે ગોંડલ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 11 ગુન્હામાં 650 બોટલ અને 2 લાખ 12 હજાર કિંમતનો દારૂનો જથ્થો નાશ કરાયો હતો. ગોંડલ શહેરના વોરા કોટડા રોડ પર આવેલ ખુલ્લ ી જગ્યામાં દારૂનો નાશ કરાયો હતો. બુલડોઝરના તોતિંગ વ્હીલ ફરી વળતા દારૂની છોડો ઉડી હતી અને પ્યાસીઓના જીવ તાળવે ચોટ્યા હતા. દારૂના નાશ દરમ્યાન પ્રાંત અધિકારી રાહુલ ગમારા, ડીવાયએસપી કે.જી. ઝાલા, સીટી એ ડિવિઝન પીઆઇ એ.સી. ડામોર, બી ડિવિઝન પીઆઇ જે.પી. ગોસાઈ, તાલુકા પીઆઇ જે.પી. રાવ, સુલતાનપુર પીએસઆઇ આર.આર. સોલંકી, નશાબંધી અધિકારી હરદેવસિંહ ગોહિલ તેમજ સીટી અને તાલુકા પોલીસ સ્ટાફની હાજરીમાં દારૂનો નાશ કરાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘીની સુરક્ષા અને પારદર્શિતાને લઈને નંદની બ્રાન્ડ સાવધાન, હવે ઓટીપીથી ખુલશે ટેન્કર
September 21, 2024 05:01 PMPM આવાસ યોજના પાત્રતાની શરતોમાં થયો ફેરફાર, હવે 15 હજાર પગાર ધરાવતાને પણ મળશે લાભ
September 21, 2024 04:37 PMત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે ભારત, વધતી GDPની એક્સપોર્ટ પર દેખાઈ રહી છે અસર
September 21, 2024 04:21 PMએર માર્શલ અમર પ્રીત સિંહ હશે એરફોર્સના નવા પ્રમુખ, 30 સપ્ટેમ્બરથી સંભાળશે કાર્યભાર
September 21, 2024 04:09 PMનવરાત્રી મેદાનોના ટેન્ડરમાં 59,10,627ની આવક
September 21, 2024 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech