પોરબંદરમાં વિદેશી દા‚ની ૧૪૦૪ બોટલ ભરેલો બોલેરો ઝડપાયો

  • September 17, 2024 01:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના બોખીરામાં આવાસ યોજના નજીક પોલીસે ૧૪૦૪ બોટલ વિદેશી દા‚ સહિત ૮,૪૯,૬૦૦ નો મુદ્દામાલ પકડી પાડ્યો છે અને જેણેમાલ મંગાવ્યો હતો તે ઈસમનું નામ ખુલતા તેની સામે પણ ફરિયાદ નોંધાવાઈ છે.
પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કે. કે. નગર થી આવાસ તરફ જતા રસ્તે એક બોલેરો વાનમાં દારૂની હેરાફેરી થવાની છે તેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બોખીરાની ક્ધયાશાળા પાસે રબારી કેડામાં રહેતો લાખા જીવા મારું બોલેરો લઈને પસાર થતા પોલીસે તેને અટકાવ્યો હતો અને બોલેરો ની તલાસી લેતા અલગ અલગ બ્રાન્ડની ૧૪૦૪ બોટલ વિદેશી દારૂની મળી આવી હતી આથી પોલીસે પાંચ લાખનો બોલેરો અને દા‚ સહિત ૮,૪૯,૬૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને લાખા મા‚ ની પૂછપરછ કરતા આ દા‚ રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ બોખીરામાં રહેતા નાગા કિશા મકવાણા એ મંગાવ્યાની કબુલાત કરતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application