લોકસભાની શનિવારે ચૂંટણી જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ પડી છે. ઈલેકશનની આચારસંહિતાની અસર રોજિંદા રોકડ વ્યવહાર કરનારા ધંધાઓમાં તો પડશે જ પરંતુ સૌથી મોટી અસર કે ઝટકો આંગડિયાઓના ધંધામાં આવશે. આઈપીએલની સિરીઝ પણ ચાલુ થતી હોવાથી ક્રિકેટ સટ્ટાના સોદાઓની લાખો, કરોડોના વ્યવહારોને પણ ઝટકા સાથે ફટકો પડશે. આંગડિયાના વ્યવહાર અટકતા માર્કેટ યાર્ડ, સોનીબજાર સહિતના વ્યાપારોને અસર કરશે કે દોઢેક માસ ઈલેકશનલક્ષી મંદી ધંધામાં દેખાશે.
અનેક વ્યવસાયો કે રોજિંદા લેતીદેતીના વ્યવહારો આંગડિયા પેઢી મારફતે જ થતાં હોય છે. વિશ્ર્વાસે વહાણ ચાલે તેવો આ ધંધો છે. મૌખિક, ટેલિફોનિક લાખો રૂપિયાના લેતીદેતીના આંગડિયા વ્યવહારો પેઢીઓ, વેપારીઓ દ્રારા થતાં હોય છે. ઈલેકશન ઈફેકટ રૂપે હવે આચારસંહિતા અમલી સાથે જ ૫૦ હજારથી વધુની રોકડ હેરફેર પર પાબંદી આવી ગઈ છે. જો વધુ રકમ હોય તો શેની રકમ છે? તેના ચોક્કસ આધારભૂત પુરાવા, બીલો હોય તો જ મુકિત મળે નહીં તો રકમ કે આથી વધુની કિંમતની માલમત્તા સીઝ કરી દેવામાં આવે.
આવા કારણોસર હવે સીધી અસર અનેક ધંધાઓ ખાસ કરીને સોનીબજાર અને માર્કેટ યાર્ડ સહિતના વેપારોને પડશે. આંગડિયામાં વ્યવહારો અટકશે. આંગડિયાપેઢીઓ દ્રારા આચારસંહિતાને લઈને તંત્રની તપાસ, હેરારકીથી દૂર રહેવા ગત ઈલેકશનની માફક આ વખતે પણ હવે ધંધા ચૂંટણી પુરી ન થાય ત્યાં સુધી સાવ હળવા કે નહીંવત જેવા કરી નાખવા સામૂહિક નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. ઘણાખરા આંગડિયા પેઢીઓ દ્રારા આજથી જ આ નિર્ણયની અમલવારી શરૂ કરી દેવાઈ છે.
રાજકોટમાં નાનીમોટી મળી ૫૦થી વધુ આંગડિયા પેઢીઓ છે. મહત્તમ આંગડિયાની એક બ્રાંચ સોનીબજાર કે આસપાસમાં આવેલી છે. હવે રોજ બે, ચાર લાખના જ વ્યવહારો અને એ પણ વિશ્ર્વાસપાત્ર રોજિંદા સંપર્કવાળા વેપારીઓના જ સ્વીકારવાના આંગડિયા પેઢી સંચાલકો દ્રારા નક્કી થયા પ્રમાણે સૌથી મોટો ફટકો રાજકોટ સોનીબજારના રોજના લાખો રૂપિયાના ટર્નઓવરને પડશે. સોનીબજાર સાથે બીજા ક્રમે માર્કેટ યાર્ડના ધંધાર્થીઓ પણ લેતીદેતીમાં કેસ કે ટેલિફોનિક આંગડિયા પર આધારીત હોવાથી યાર્ડના ધંધાને પણ માવઠારૂપ અસર થશે.
સોનીબજાર, યાર્ડ ઉપરાંત અન્ય ઉધોગો, વેપારોને આંગડિયાને વ્યવહારો અટકવાથી ધંધામાં કૃત્રિમ મંદી દોઢેક માસ સુધી દેખાશે. આંગડિયા પેઢીઓના ધંધાનો તેમજ ક્રિકેટ સટ્ટાના સોદાઓનો મોટો મદાર આંગળિયાઓ પર આધારીત હોય છે. બુકીઓ, પંટરો વચ્ચેના લાખો, કરોડોના સોદાઓ લેતીદેતીના વ્યવહાર આંગડિયાઓ થકી જ થતાં હોવાની જગજાહેર જેવી વાત છે.
ઈલેકશન સાથે આઈપીએલ સિરીઝનો ત્રણ દિવસ બાદ આરભં થનારો છે. આઈપીએલ સિરીઝનો સટ્ટાનો કારોબાર તો વિશ્ર્વવ્યાપી જેવો છે. દુબઈ કે અન્ય દેશો સુધી ત્યાં બેઠેલા મોટા ગજાના બુકીઓ સુધી કરોડો, અબજોના હવાલાઓનું લોકલ માધ્યમ પણ કયાંક કયાંક ચોક્કસ આંગડિયા પેઢીઓ બનતી રહેતી હોય છે. આચારસંહિતાને લઈને ક્રિકેટ સટ્ટાના સોદાની મોટી રકમો પણ હેરફેર ન થઈ શકે અને એ અસર સીધી આંગડિયાની ધંધા અને બુકીઓથી પંટરો સુધીનામાં દેખાશે
ક્રિકેટ સટ્ટાના સોદાઓ માત્ર હવાલાથી જ ઉભા રહેશે, રોકડ વ્યવહારો અટકશે
આઈપીએલ ક્રિકેટ સિરીઝ ક્રિકેટ રસિકો માટે આનંદનો પર્વ એ મુજબ ક્રિકેટ સટ્ટામાં બુકીઓ, પંટરો માટે ઘી–કેળા સમાન દિવસો હોય છે. આ આઈપીએલ સિરીઝમાં આચારસંહિતા અસરકારક બનશે, મોટા બુકીઓ દ્રારા વિશ્ર્વાસુ પેટા બુકીઓને હવાલા લઈને આઈડીઓ અપાશે જયારે પંટરો પણ વિશ્ર્વાસ હશે તેવાના જ સોદાઓની ચોપડે લેતીદેતી થશે. રોકડ વ્યવહારોના બદલે હવાલાઓ પડશે. આંગડિયામાં થતી નાણાકીય હેરપેર અટકવાથી નાના બુકીઓ મુખ્ય બુકીઓને નાણા ટ્રાન્સફર કરી આઈડી બેલેન્સ નહીં લઈ શકે અને આવો જ પ્રશ્ન પંટરો માટે રહેશે. હવાલાઓથી આ વખતે આઈપીએલ સિરીઝમાં વિશ્ર્વાસે કરોડો, અબજોના સોદા થશે
બિલો હોવા છતાં હેરાનગતિના કારણે વ્યવહારો સંકેલી લેવા જ ઉચિત
આંગડિયા પેઢીમાં આવતા પાર્સલોના બીલો હોવા છતાં ચેકિંગ ટીમો દ્રારા આવા કિંમતી પાર્સલો એક તબક્કે તો સીઝ કરી દેવામાં આવે છે. ગત વખતે જ રાજકોટ રેલવે સ્ટેશન પરથી દોઢેક કરોડના સોનાના ઘરેણા તેમજ અન્યત્ર આવા આંગળિયા પાર્સલો રોકી દેવાયા હતા. આંગળિયા પેઢી અને વેપારીઓને પુરાવા આપવા સહિતની થતી હેરારકીના કારણે ઈલેકશન પૂર્ણ ન થાય ત્યાં સુધી મોટા કામો, પાર્સલો બીલ હોવા છતાં ન લેવા તેવું આંતરિક રીતે નક્કી કરાયાનું એક આંગડિયા પેઢીના સંચાલક દ્રારા નામ ન આપવાની શરતે જણાવાયું હતું. આંગડિયા પેઢીઓ સાવ બધં તો નહીં થાય પરંતુ નાના બે, ચાર લાખ સુધીના વહીવટો સ્વીકારાશે. બીલ, આધારપુરાવા સાથે મોટુ ટર્નઓવર કે મોટી રકમોના પાર્સલો નહીં પાંચ લાખ સુધીના પાર્સલોની હેરફેર કરવાનો હાલના તબક્કે નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ કેમ થયા ભાવુક? કહ્યું- 'અમે જમીન માફિયાને પૂછ્યું...'
November 15, 2024 11:43 AMરિઝર્વ બેંકે વ્યાજ દરો ઘટાડવા જોઈએ: કેન્દ્રીય મંત્રી ગોયલ
November 15, 2024 11:39 AMમુંબઈ એરપોર્ટ પછી એક લો ફર્મને મળી બોમ્બની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યું લોકેશન
November 15, 2024 11:38 AMરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, વાયકોમ ૧૮ અને ડિઝનીનું મર્જર પૂર્ણ
November 15, 2024 11:38 AMરાજકોટમાં ટ્રકચાલકે અસ્માતની હારમાળા સર્જી: નાસભાગ
November 15, 2024 11:34 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech