કાંગશીયાળી નજીક દારુના જથ્થા સાથે કાલાવડનો શખસ પકડાયો

  • February 05, 2025 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દારૂ મગાવનાર કાંગશીયાળીના શખસ સહીત બે ની શોધખોળ 


શાપર પોલીસે રાજકોટના કાંગશીયાળી નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે કાલાવડના શખ્સને ઝડપી લઇ પુછપરછ કરતા દારૂ આપવા આવેલા મિત્ર અને દારૂ મગાવનાર કાંગશીયાળીના શખ્સનું નામ આપતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી બે શખસોની શોધખોળ હાથ ધરી છે.


પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ શાપર પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, કાંગશીયાળી ગ્રામ પંચાયતથી આગળ કાચા રસ્તે ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે, જે બાતમીના આધારે દરોડો પાડતા હાજર શખસ ભાગવા જતા તેને પકડી પૂછપરછ કરતા પોતાનું નામ ઇમરાન કાદરભાઈ બાવાણી (રહે-કાલાવડ)નો હોવાનું અને આગળ ખાડામાં દારૂ છુપાવ્યો હોવાનું જણાવતા શખસને સાથે રાખી ઈંગ્લીશ દારૂની બોટલ 51 કી.રૂ.28,662નો મુદામાલ કબ્જે કરી અટકાયત કરી વધુ પુછપરછ કરતા આ દારૂ મિત્ર રહીશ ઉર્ફે ભાણો ગુલાબભાઇ બ્લોચ (રહે-કાલાવડ)ની સાથે અહીં ડિલિવરી કરવા આવ્યો હતો અને રહીશ અહીં મને ઉતારી નાસ્તો લેવા માટે ગયો છે, જયારે આ દારૂ કાંગશીયાળી ગામે રહેતા પ્રતિપાલસિંહ વિક્રમસિંહ સોલંકીને આપવાનો હતો. શખસની કબૂલાતના આધારે પોલીસે બંને શખસોને ફરાર જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application