જામનગર એનએસયુઆઇ દ્વારા આજે બપોરે ડીકેવી કોલેજથી લાલબંગલા થઇ જિલ્લા પંચાયત સર્કલ સુધીની એક બાઇક રેલી યોજવામાં આવી હતી, ત્યારબાદ લાલબંગલા સર્કલ પાસે બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલી કરી, મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલી કરી હતી.
આજે ગુજરાત એનએસયુઆઇના પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકીની ઉપસ્થિતિમાં જામનગર શહેરની દરેક કોલેજમાં એનએસયુઆઇના પ્રમુખ તરીકે વિદ્યાર્થીઓની વરણીનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસ દ્વારા યોજાયેલા સંયુકત કાર્યક્રમમાં યુવક કોંગ્રેસના પ્રમુખ ડો.તોસીફખાન પઠાણ, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, ચેમ્બર પ્રમુખ અને કોંગીના વરીષ્ઠ આગેવાન બીપેન્દ્રસિંહ જાડેજા, વિપક્ષી નેતા ધવલ નંદા, પૂર્વ નેતા અલ્તાફ ખફી, શકિતસિંહ જેઠવા, મહીપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ ગોહીલ, સન્ની આચાર્ય, ઝેનબ બેન ખફી, સહારાબેન મકવાણા, આનંદભાઇ રાઠોડ, દાઉદભાઇ સહિતના અગ્રણીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં. એનએસયુઆઇ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
છેલ્લા કેટલાક સમયથી જામનગરની કોલેજોમાં એનએસયુઆઇ દ્વારા વિદ્યાર્થીઓના પ્રતિનિધિ મુકવાની વાત ચાલતી હતી, જ્યારે આજે એનએસયુઆઇના પ્રદેશ પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકીની હાજરીમાં વિદ્યાર્થીઓની બોડીની રચના કરવામાં આવી હતી, જેથી કોલેજના વિદ્યાર્થીઓમાં પણ આનંદની લાગણી જન્મી છે.
આ ઉપરાંત બાઇક રેલીમાં એનએસયુઆઇ, કોંગ્રેસ, યુવક કોંગ્રેસ, કોલેજના વિદ્યાર્થીઓ સહિતના અગ્રણીઓ પણ જોડાયા હતા અને આ વિશાળ બાઇક રેલી જિલ્લા પંચાયત પાસે પૂરી થઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ભારત આપણો ફાયદો ઉઠાવે છે...', ટ્રમ્પે ફરી USAID ફંડિંગ પર કરી વાત; કહ્યું- તેને પૈસાની જરૂર નથી
February 23, 2025 12:05 PMઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech